________________
વિવિધ વિષય નિરૂપણ .
[ ૩૧૯ ]
ઉત્તર – હે ગૌતમ! દારિક શરીરના પાંચ પ્રકાર છે, જેમ કે– એકેન્દ્રિય દારિક શરીર યાવતું ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર.(આ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અનુસાર જાણી લેવું જોઈએ.) १८ ओरालियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं साइरेगंजोयणसहस्सं एवं जहा ओगाहण-संठाणे ओरालियपमाणं तह णिरवसेसं भाणियव्वं । एवं जाव मणुस्से त्ति उक्कोसेणं तिण्णि गाउयाइं । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! ઔદારિક શરીરી જીવની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે?
ઉત્તર – હે ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના (બાદર વનસ્પતિ કાયની અપેક્ષાએ) કંઈક અધિક એક હજાર યોજનની છે.
આ રીતે જેમ "અવગાહના સંસ્થાન" નામના પ્રજ્ઞાપના સૂત્રના ૨૧ મા પદમાં ઔદારિક શરીરની અવગાહનાનું પ્રમાણ કહ્યું છે તેવી જ રીતે અહીં સંપૂર્ણ કથન જાણવું જોઈએ યાવત મનુષ્યની ઉત્કૃષ્ટ શરીર અવગાહના ત્રણ ગાઉની છે. १९ कइविहे णं भंते ! वेउव्वियसरीरे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- एगिदिय वेउव्वियसरीरे य पंचिंदिय वेउळ्यिसरीरे अ । एवं जाव सणंकुमारे आढत्तं जाव अणुत्तराणं भवधारणिज्जा जाव तेसिं रयणी रयणी परिहायइ । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! વૈક્રિય શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર – હે ગૌતમ ! વૈક્રિય શરીરના બે પ્રકાર છે. એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. આ રીતે યાવત સનકુમાર કલ્પથી અનુત્તરવિમાન સુધીના દેવોનાં ભવધારણીય વૈક્રિય શરીર, સાત હાથથી ક્રમશઃ એક એક હાથ ન્યૂન હોય છે.
વિવેચન :
વૈક્રિય શરીર એકેન્દ્રિયમાં માત્ર વાયુકાયિક જીવોને જ હોય છે. વિકલેન્દ્રિય અને સમૃદ્ઘિમ તિર્યચોમાં વૈક્રિય શરીર હોતું નથી.નારકી, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવો, અને વૈમાનિક દેવોને વૈક્રિય શરીર હોય છે. નારકીઓમાં ભવધારણીય શરીર હોય છે. સાતમી નરકમાં પાંચસો ધનુષ્યથી લઈને ઘટતાં ઘટતાં પહેલી નરકમાં સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગુલ હોય છે. ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, સૌધર્મ અને ઈશાન કલ્પવાસી દેવોમાં ભવધારણીય શરીર સાત હાથનું હોય છે. સનસ્કુમાર,