________________
[ ૩૧૮]
શ્રી સમવાયાંગ સૂત્ર
અંતર્મુહૂર્તની છે.
પર્યાપ્તક નારકીઓની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. એવી રીતે આ રત્નપ્રભા પૃથ્વીથી લઈને મહાતમ:પ્રભા પૃથ્વી સુધી અપર્યાપ્તક નારકીઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની અને પર્યાપ્તની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ, સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત ઓછી જાણી લેવી જોઈએ. યાવતું [ એવી રીતે ભવનપતિઓ, વાણવ્યંતરો, જ્યોતિષીઓ, કલ્પવાસીઓ અને રૈવેયકવાસી દેવોની પર્યાપ્તક–અપર્યાપ્તકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવી જોઈએ.]
પ્રશ્નઃ- હે ભગવન! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનવાસી દેવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર – હે! ગૌતમ ! જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.
| સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં અજઘન્ય–અનુત્કૃષ્ટ અર્થાત્ જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી રહિત દરેક દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
વિવેચન :
પાંચે ય અનુત્તર વિમાનોમાં પણ ત્યાંની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ઓછી પર્યાપ્તક દેવોની સ્થિતિ જાણવી જોઈએ તથા બધા દેવોની અપર્યાપ્ત ની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત જાણવી જોઈએ.
પાંચ શરીર :१६ कइ णं भंते ! सरीरा पण्णत्ता ? गोयमा ! पंच सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए वेउव्विए आहारए तेयए कम्मए । ભાવાર્થ – પ્રશ્ન – હે! ભગવન્! શરીર કેટલો છે?
ઉત્તર – ગૌતમ! શરીર પાંચ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર. |१७ ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय ओरालियसरीरे जाव गब्भवक्कंतिय मणुस्स पंचिंदिय ओरालिय सरीरे य । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે?