________________
વિવિધ વિષય નિરૂપણ
૩૧૭ |
રૈવેયકમાં એક સો સાત (૧૦૭) વિમાન, ઉપરના ત્રણ ગ્રેવેયકમાં એક સો (૧૦૦) વિમાન અને પાંચ અનુત્તર દેવોનાં પાંચ વિમાન છે. જે ગાથા અનુસરવુ જાણવું જોઈએ. ગાથાર્થ– સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ(૩૨,૦૦,૦૦૦) વિમાન છે. ઈશાન કલ્પમાં અઠયાવીસ લાખ(૨૮,૦૦,૦૦૦) વિમાન છે. સનકુમાર કલ્પમાં બાર લાખ(૧૨,૦૦,૦૦૦) વિમાન છે. માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ(૮,૦૦,૦૦૦) વિમાન છે. બ્રહ્મ કલ્પમાં ચાર લાખ(૪,00,000) વિમાન છે. લાન્તક કલ્પમાં પચાસ હજાર(૫૦,૦૦૦) વિમાન છે. મહાશુક્ર કલ્પમાં ચાલીસ હજાર(૪૦,૦૦૦) વિમાન છે અને સહસાર કલ્પમાં છ હજાર(૬,000) વિમાન છે. તેની
આણત, પ્રાણત કલ્પમાં ચારસો(૪૦૦) વિમાન છે. આરણ અને અય્યત કલ્પમાં ત્રણસો (૩૦૦)વિમાન છે. આ રીતે આ ચારે ય કલ્પોમાં વિમાનની સંખ્યા સાતસોની જાણવી જોઈએ. //રો
અધસ્તન–નીચેની ત્રણે ય શૈવેયકોના એક સો અગિયાર(૧૧૧) વિમાન છે. મધ્યમ ત્રણે ય રાયકોના એક સો સાત(૧૦૭) વિમાન છે. ઉપરના ત્રણે ય ગ્રેવયકોમાં એક સો (૧૦૦) વિમાન છે અને અનુત્તર વિમાનમાં પાંચ જ વિમાન છે. ૩ll સ્થિતિ :१५ णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेणं दसवास सहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । अपज्जत्तगाणं णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुतं । पज्जत्तगाणं जहण्णेणं दसवास सहस्साई अंतोमुहुत्तूणाई उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई । इमीसे णं रयणप्पभाए पुढवीए एवं जाव विजय वेजयंत-जयंत अपराजियाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगतीसं सागरोवमाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । सव्वढे अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ર – હે ભગવન! નારકીઓની સ્થિતિ કેટલી કાળની છે?
ઉત્તર – હે ગૌતમ! નારકોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.
પ્રશ્ન – હે ભગવન! અપર્યાપ્તક નારકોની સ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર – અપર્યાપ્તક નારકીઓની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ