________________
વિવિધ વિષય નિરૂપણ
૩૧૩
તોરણ, પ્રતિકાર છે. તે યંત્ર, મૂસલ, મુકુંઢી, શતક્ની વગેરે શસ્ત્રોથી સંયુક્ત છે. શત્રુઓની સેનાથી અજેય છે. અડતાલીસ કોઠાથી રચિત, અડતાલીસ વનમાળાઓથી શોભિત છે. તેનો ભૂમિભાગ અને દીવાલો ઉત્તમ લેપોથી લીંપેલી અને ચીકણી છે, ગોશીર્ષ ચંદન અને લાલ ચંદનના સુગંધી લેપથી તે ભવનોની દીવાલો પર પાંચે ય આંગળીઓ યુક્ત હસ્તતલ (હાથ) અંકિત છે. આ પ્રકારનાં ભવનોની સીડીઓ પર પણ ગોશીષ ચંદન અને લાલ ચંદનના રસથી પાંચે ય આંગળીઓના હસ્તતલ અંકિત છે. તે ભવન કાલાગુરુ, પ્રધાન કુંદર અને તુરુષ્ક (લોબાન) યુક્ત ધૂપ મઘમઘાયમાન, સુગંધિત અને સુંદરતાથી અભિરામ (મનોહર) છે. ત્યાં સુગંધિત અગરબત્તીઓ બળી રહી છે. તે ભવન આકાશની સમાન સ્વચ્છ, સ્ફટિકની સમાન કાંતિયુક્ત, અત્યંત ચીકણાં, ઘસેલાં, પાલીસ કરેલાં, નીરજ (ધૂળથી રહિત), નિર્મળ, અંધકાર રહિત, વિશુદ્ધ (નિષ્કલંક), પ્રભાયુક્ત, મરીચી (કિરણો)થી યુક્ત, ઉદ્યોત (શીતલ-પ્રકાશ)થી યુક્ત, મનને પ્રસન્ન કરનાર છે, દર્શનીય (જોવા યોગ્ય) છે, અભિરૂપ (કાન્ત, સુંદર) છે અને પ્રતિરૂપ (રમણીય) છે.
જે રીતે અસુરકુમારોનાં ભવનોનું વર્ણન છે, તેવી રીતે નાગકુમાર આદિ શેષ ભવનવાસી દેવોનાં ભવનોનું પણ વર્ણન જ્યાં જેમ યોગ્ય લાગે અને ઉપયુક્ત હોય, તેમ કરવું જોઈએ તથા ઉપર કહેલી ગાથાઓથી જેનાં જેટલાં ભવનો કહ્યા છે, તેનું તેવું વર્ણન કરી લેવું જોઈએ. ગાથાર્થ- અસુરકુમારોનાં ચોસઠ લાખ(૬૪,૦૦,000) ભવન છે. નાગકુમારોનાં ચોરાસી લાખ(૮૪,૦૦,૦૦૦) ભવન છે. સુવર્ણકુમારોનાં બોતેર લાખ(૭૨,૦૦,૦૦૦) ભવન છે અને વાયુકુમારનાં છઠ્ઠું લાખ(૯૬,૦૦,૦૦૦) ભવન છે ||૧|| દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિકુમાર, સ્વનિતકુમાર, અગ્નિકુમાર, આ છ એ યુગલોનાં છોંતેર લાખ(૭૬,00,000) ભવન છે. રોપ્રિતોમાં છોતેરની જગ્યાએ બોતેર એવો પાઠ મળે છે તે અશુદ્ધ
છે.)
વિવેચન :
પ્રથમ રત્નપ્રભા પૃથ્વીની ૧,૭૮,000 યોજનની પોલાણમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પાથડામાં નારકીઓના નિવાસસ્થાનરૂપ નરકાવાસ છે અને બાર આંતરામાંથી ઉપર અને નીચેનું એક આંતરું છોડીને વચ્ચેના દશ આંતરામાં દશ ભવનપતિ દેવોના નિવાસ્થાન રૂપે સાત ક્રોડ બોત્તેર લાખ(૭,૭૨,૦૦,૦૦૦)ભવનો છે, તેનું વિસ્તૃત વર્ણન જીવાજીવાભિગમ સૂત્રથી જાણવું.
९ केवइया णं भंते ! पुढविकाइयावासा पण्णता? गोयमा ! असंखेज्जा पुढवि काइयावासा पण्णत्ता । एवं जाव मणुस्स त्ति । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન! પૃથ્વીકાયિક જીવોના આવાસ કેટલા છે?
ઉત્તર – હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોના અસંખ્યાત આવાસ કહેલા છે. એવી રીતે અપુકાયિક જીવોથી લઈને વાવત મનુષ્યો સુધીનું વર્ણન જાણવું જોઈએ.