________________
વિવિધ વિષય નિરૂપણ
૩૧૧ |
વિવેચન :
પ્રસ્તુતમાં સાતે નરક પૃથ્વીપિંડની જાડાઈ નું કથન છે. પ્રથમ પૃથ્વી એક લાખ એંસી હજાર યોજન જાડી છે. ઉપર-નીચેના હજાર યોજનને છોડીને મધ્યમાં એક લાખ અઠયોતેર હજાર યોજન ભૂમિમાં ૩૦ લાખ નરક વાસ છે. બીજીનરક પૃથ્વી એક લાખ બત્રીસ હજાર યોજન જાડી છે. તેનો એક હજાર યોજન ઉપર અને એકહજાર યોજન નીચેનો ભાગ છોડીને મધ્યવર્તી એક લાખ ત્રીસ હજાર યોજન ભૂભાગમાં પચ્ચીસ લાખ નરકાવાસ છે.ત્રીજીનરક પૃથ્વી એક લાખ અઠ્યાવીસ હજાર યોજન જાડી છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચેનો ભાગ છોડીને મધ્યવર્તી એક લાખ છવ્વીસ હજાર યોજન ભૂભાગમાં પંદર લાખ નરકાવાસ છે. ચોથીનરક પૃથ્વી એક લાખ વીસ હજાર યોજન જાડી છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચેનો ભાગ છોડીને શેષ એક લાખ અઢાર હજાર યોજન ભૂભાગમાં દશ લાખ નરકાવાસ છે. પાંચમીનરક પૃથ્વી એક લાખ અઢાર હજાર યોજન જાડી છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજના નીચેના ભાગને છોડીને શેષ મધ્યવર્તી એક લાખ સોળ હજાર યોજન ભૂભાગમાં ત્રણ લાખ નરકાવાસ છે. છઠ્ઠીનરક પૃથ્વી એક લાખ સોળ હજાર યોજન જાડી છે, તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચેના ભાગને છોડીને શેષ મધ્યવર્તી એક લાખ ચૌદ હજાર યોજન ભૂભાગમાં પાંચ ઓછા એક લાખ (૯૯૯૯૫) નરકાવાસ છે. સાતમીનરક પૃથ્વી એક લાખ આઠ હજાર યોજન જાડી છે. તેના પર૫૦૦-પર૫00 હજાર યોજન ઉપર અને નીચેના ભાગને છોડીને મધ્યના ત્રણ હજાર યોજન ક્ષેત્રમાં પાંચ નરકાવાસ છે. તેમાં અપ્રતિષ્ઠાન નામનું નરકાવાસ ચારે ય નરકાવાસોની મધ્યમાં છે અને શેષ કાલ, મહાકાલ, રોક અને મહારોરુક નરકાવાસ તેની ચારે ય દિશાઓમાં અવસ્થિત છે.
દરેક પૃથ્વીઓમાં નરકાવાસ ત્રણ પ્રકારના છે, ઈન્દ્રક, શ્રેણીબદ્ધ (આવલિકા પ્રવિષ્ઠ) અને પુષ્પ પ્રકીર્ણ (આવલિકા બાહ્ય). ઈન્દ્રક નરકાવાસ વચ્ચે હોય છે અને શ્રેણીબદ્ધ નરકાવાસ તેની આ ય દિશાઓમાં અવસ્થિત છે.પુષ્પ પ્રકીર્ણક અથવા આવલિકા બાહ્ય નરકાવાસ શ્રેણીબદ્ધ નરકાવાસોની વચ્ચે વચ્ચે છૂટા છવાયેલા વિખરાયેલા હોય છે. ઈન્દ્રક નરકાવાસ ગોળ હોય છે અને શેષ નારકાવાસ ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વિવિધ આકારવાળા છે તથા દરેક નરકાવાસની ભૂમિ ક્ષરપ્ર (ખુરપી)ના આકારવાળી –સ્પર્શ વાળી છે. (લોન્ચ પુવ..) કોષ્ટક અંતર્ગત પાઠ પુનરાવૃત્તિ રૂપ પ્રતીત થાય છે, કારણ કે સૂત્ર.૭ પર્વ સત્તવિ... આ રીતે સાતે નરક પૃથ્વીની જાડાઈ, નરકાવાસ વગેરેનું કથન જાણવું. તે પાઠથી વિષય સ્પષ્ટ થઈ જાય છે.
સાતમી નરકમૃથ્વીનું કથન છે નરકમૃથ્વીથી કંઈક વિશેષ છે. તેમાં ઉપર-નીચે એક એક હજાર યોજન ન છોડતાં સાડા બાવન હજાર યોજન – સાડા બાવન હજાર યોજન છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનના પોલાણમાં જ પાંચ નરકાવાસ છે. આ પ્રકારની વિશેષતા હોવાથી સૂત્રકારે સાતમી નરક વિષયક પૃથક્ સૂત્રનું કથન કર્યું છે.