________________
૩૧૦ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
પૃથ્વીમાં અને છઠ્ઠી પૃથ્વીમાં ગરકાવાસોની સંખ્યા કહેવી જોઈએ. ગાથાર્થ – રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ એંસીહજાર(૧,૮0,000) યોજન છે. શર્કરાપ્રભા પૃથ્વીની જાડાઈ (બાહલ્ય) એક લાખ બત્રીસ હજાર(૧,૩૨,૦૦૦) યોજન છે. વાલુકાપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ અઠ્યાવીસ હજાર(૧,૨૮,૦૦૦) યોજન છે. પંકપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ વીસ હજાર (૧,૨૦,૦૦૦) યોજન છે. ધૂમપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ અઢાર હજાર (૧,૧૮,૦૦૦) યોજન છે, તમ.પ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ સોળ (૧,૧૬,૦૦૦) હજાર યોજન છે અને તમઃ તમપ્રભા (મહાતમ પ્રભા) પૃથ્વીની જાડાઈ એકલાખ આઠ (૧,૦૮,૦૦૦) હજાર યોજન છે. [૧]
રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ(૩૦,૦૦,૦૦૦) નરકાવાસ છે. શર્કરા પ્રભા પૃથ્વીમાં પચ્ચીસ લાખ (૨૫,૦૦,૦૦૦) નરકાવાસ છે. વાલુકાપ્રભા પૃથ્વીમાં પંદરલાખ(૧૫,00,000) નરકાવાસ છે. પંકપ્રભા પૃથ્વીમાં દશ લાખ(૧૦,૦૦,૦૦૦) નરકાવાસ છે. ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ(૩,૦૦,૦૦૦) નરકાવાસ છે. તમ:પ્રભા પૃથ્વીમાં પાંચ ઓછા એક લાખ(૯૯૯૯૫) નરકાવાસ છે. અને મહાતમઃપ્રભા પૃથ્વીમાં (માત્ર) પાંચ અનુત્તર નરકાવાસ છે. llરા |८| सत्तमाए पुढवीए पुच्छा । गोयमा ! सत्तमाए पुढवीए अद्वैत्तरजोयणसयसहस्साई बाहल्लाए उवरि अद्धतेवण्णं जोयणसहस्साइं ओगाहेत्ता हेट्ठा वि अद्धतेवण्णं जोयणसहस्साई वज्जित्ता मज्झे तिसु जोयणसहस्सेसु ए त्थ णं सत्तमाए पुढवीए णेरइयाणं पंच अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता, तं जहा- काले महाकाले रोरुए महारोरुए अपइट्ठाणे णामं पंचमे । ते णं णिरया वट्टे य तंसा य अहे खुरप्पसंठाणसंठिया जाव असुभा णरगा, असुभाओ णरएसु वेयणाओ।
ભાવાર્થ :- સાતમીનરક પૃથ્વીની પૃચ્છા ! (હે ભગવન ! સાતમી પૃથ્વીમાં કેટલું ક્ષેત્ર અવગાહન કરીને કેટલા નરકાવાસ છે?).
ગૌતમ ! એક લાખ આઠ હજાર યોજન બાહુલ્યવાળી (જાડાઈવાળી)સાતમી પૃથ્વીમાં ઉપરથી સાડા બાવન હજાર યોજન અને નીચે સાડા બાવન હજાર યોજન છોડીને મધ્યવર્તી ત્રણ હજાર યોજનમાં સાતમી પૃથ્વીના નારકીઓના પાંચ અનુત્તર ઘણાં જ વિશાળ મહાનરકાવાસ છે, યથા-કાલ, મહાકાલ,રોક મહારોરુક અને અપ્રતિષ્ઠાન નામનો પાંચમો નરકાવાસ છે. તે નરક વૃત(ગોળ)અને ત્રિકોણ છે અર્થાતુ મધ્યવર્તી અપ્રતિષ્ઠાન નરકાવાસ ગોળ આકારવાળો છે અને શેષ ચારે ય ત્રિકોણ આકારવાળા છે. નીચે તળ ભાગમાં તે નરકાવાસ સુરપ્ર(ખુરપી)ના આકારવાળા છે વાવ તે નરક અશુભ છે અને આ નરકોમાં અશુભ વેદનાઓ છે.