________________
३०८
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રૂપી અજીવરાશિનું વર્ણન પ્રજ્ઞાપનાસૂત્રના અતિદેશથી કર્યું છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રાનુસાર રૂપી અજીવ પુદ્ગલ રાશિના ચાર પ્રકાર છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. અનંત પરમાણુઓના સંપૂર્ણ પિંડને સ્કંધ કહે છે. સ્કંધના એક ભાગને દેશ કહે છે અને સ્કંધની સાથે જોડાયેલા અવિભાજ્ય અંશને પ્રદેશ કહે છે. પુદ્ગલોનો અવિભાજ્ય અંશ, જે સ્કંધથી અલગ પડી ગયો હોય છે, તેને પરમાણુ કહે છે. પુદ્ગલ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ભેદથી પાંચ પ્રકારના છે. ફરી સંસ્થાનના પણ પુદ્ગલ પરમાણુઓના સંયોગથી અનેક પ્રકાર થાય છે. આ પુદ્ગલ શબ્દ, સૂક્ષ્મ, સ્થૂલ, બંધ, ભેદ, તમ (અંધકાર), છાયા, ઉદ્યોત (ચંદ્ર પ્રકાશ)અને આતાપ (સૂર્યપ્રકાશ) આદિના ભેદથી પણ અનેક પ્રકારના છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૪ से किं तं जीव रासी ? जीवरासी दुविहा पण्णत्ता, तं जहा- संसार समावण्णगा य असंसारसमावण्णगा य । तत्थ असंसारसमावण्णगा दुविहा पण्णत्ता । एवं जहा पण्णवणाए जाव गेवेज्जए ।
ભાવાર્થ :- પ્રશ્ન - જીવરાશિ શું છે ? તેનું સ્વરૂપ શું છે ?
જીવરાશિ બે પ્રકારની છે, યથા– સંસારસમાપન્નક (સંસારીજીવ) અને અસંસાર સમાપત્રક (મુક્તજીવ). અસંસારસમાપન્નક– મુક્ત જીવોના બે પ્રકાર છે. આ રીતે બન્ને રાશિઓના ભેદ પ્રભેદ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર ત્રૈવેયક દેવ સુધી જાણવા જોઈએ.
ઉત્તર
-
५ से किं तं अणुत्तरोववाइया ? अणुत्तरोववाइया पंचविहा पण्णत्ता, તા ના- વિનય-નેગયંત-નયંત-અપલિત-સવ્વકૃક્ષિક્રિયા । સે સું अणुत्तरोववाइया । से त्तं पंचिदियसंसारसमावण्णजीवरासी ।
ભાવાર્થ :- પ્રશ્ન – તે અનુત્તરોપપાતિક દેવ શું છે ? તેનું સ્વરૂપ શું છે ?
ઉત્તર – અનુત્તરોપપાતિક દેવના પાંચ પ્રકાર છે, યથા– વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. આ અનુત્તરોપપાતિક સંસાર સમાપન્નક જીવરાશિ છે. આ સર્વ પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવરાશિ છે.
નરકાવાસ :
६ | दुविहा रइया पण्णत्ता, तं जहा - पज्जत्ता य अपज्जत्ता य । एवं दंडओ भाणियव्वो जाव वेमाणिय त्ति ।