________________
વિવિધ વિષય નિરૂપણ
૩૦૭
વિવિધ વિષય નિરૂપણ ન PPPPPPPPPP222
પરિચય :
પ્રસ્તુતમાં જીવ અને અજીવરાશિનું ભેદ-પ્રભેદ સહિત વર્ણન છે. પ્રથમ અજીવ દ્રવ્યોનું કથન કરી પશ્ચાત્ ચાર ગતિ, ચોવીસ દંડકના જીવસ્થાન, સ્થિતિ, શરીર, અવગાહનના અવધિજ્ઞાન, વેદના, લેશ્યા આહાર, આયુષ્યબંધ, વિહારકાળ, આયુબંધના આકર્ષ, સંઘયણ, સંસ્થાન અને વેદ વગેરે વિવિધ વિષયોનું વર્ણન છે. જીવ-અજીવ રાશિ :|१ दुवे रासी पण्णत्ता, तं जहा- जीवरासी अजीवरासी य । अजीवरासी दुविहा पण्णत्ता, तं जहा- रूवी अजीवरासी अरूवी अजीवरासी य । ભાવાર્થ :- રાશિઓ બે છે. યથા- જીવરાશિ અને અજીવરાશિ. અજીવ રાશિ બે પ્રકારની છે. યથારૂપી અજીવરાશિ અને અરૂપી અજીવ રાશિ. | २ से किं तं अरूवी अजीवरासी? अरूवी अजीवरासी दसविहा पण्णत्ता, तं जहा- धम्मथिकाए धम्मत्थिकायदेसा, धम्मत्थिकायपएसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायदे सा, अधम्मत्थिकायपएसा, आगासत्थिकाए, आगासत्थिकायदेसा, आगासत्थिकायपएसा अद्धासमए । ભાવાર્થ -પ્રશ્ન – અરૂપી અજીવ રાશિ શું છે? તેનું સ્વરૂપ શું છે?
ઉત્તર – અરૂપી અજીવ રાશિના દશ પ્રકાર છે, યથા – ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય દેશ, ધર્માસ્તિકાય પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાય દેશ, આકાશાસ્તિકાય પ્રદેશ અને અદ્ધાસમય. | ३ से किं तं रूवी अजीवरासी? रूवी अजीवरासी अणेगविहा पण्णत्ता। एवं जहा पण्णवणाए। ભાવાર્થ – પ્રશ્ન-રૂપી અજીવરાશિ શું છે? તેનું સ્વરૂપ શું છે?
ઉત્તર – રૂપી અજીવરાશિના અનેક પ્રકાર છે, વગેરે વર્ણન પ્રજ્ઞાપના સૂત્રની સમાન જાણવું.