________________
૩૦૬ |
શ્રી સમવાયાંગ સૂત્ર
અને પર્યાયોને સાક્ષાત્ હસ્તામલકવત્ પ્રત્યક્ષ જાણે છે, શ્રુતજ્ઞાન તે બધાને પરોક્ષરૂપથી જાણે છે. તેથી સંસારનાં કોઈ પણ તત્ત્વ દ્વાદશાંગ ધ્રુતથી બહાર નથી. દરેક તત્ત્વ આ દ્વાદશાંગ ગણિપિટકમાં સમાહિત છે. આચારાંગ આદિ અગિયાર અંગોમાં આચાર આદિ પ્રધાન રૂપથી એક એક વિષયનું વર્ણન છે, પરંતુ બારમા દષ્ટિવાદ અંગમાં તો સંસારનાં દરેક તત્ત્વોનું વર્ણન છે. તેના પૂર્વગત ભેદમાંથી જ્યાં પ્રારંભના ઉત્પાદ પૂર્વ આદિ અનેક પૂર્વમાં વસ્તુના ઉત્પાદ, વ્યય, ધ્રિૌવ્યાત્મક સ્વરૂપનું વર્ણન છે, વીર્ય પ્રવાદપૂર્વ દ્રવ્યની શક્તિઓનું, અસ્તિનાસ્તિ પ્રવાદપૂર્વ અનંત ધર્માત્મક્રતાનું જ્ઞાનપ્રવાદ અને આત્મપ્રવાદ પૂર્વમાં આત્મ સ્વરૂપનું, કર્મ પ્રવાદપૂર્વમાં કર્મોની દશાઓનું નિરૂપણ છે. પ્રત્યાખ્યાનપૂર્વમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતોનું, વિદ્યાનુવાદપૂર્વમાં મંત્ર-તંત્રોનું, પ્રાણાયુ પૂર્વમાં આયુર્વેદનાં અાંગોનું, અંતરિક્ષ ભૌમ, અંગ, સ્વર, સ્વપ્ન, લક્ષણ, વ્યંજન અને છિન્ન આ આઠ મહા નિમિત્તોનું અને જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન છે. આ પૂર્વ, ક્યારે ય નિષ્ફળ ન થાય તેવી કલ્યાણકારિણી અવધ્ય ક્રિયાઓનું વર્ણન છે. ક્રિયાવિશાલ પૂર્વમાં ક્રિયાઓનું, સ્ત્રીઓની ચોસઠ અને પુરુષોની બોત્તેર કલાઓનું તથા કાવ્યરચના, છંદ, અલંકાર આદિનું વર્ણન છે. લોકબિન્દુસારપૂર્વમાં અવશિષ્ટ સર્વશ્રુત સંપદાનું વર્ણન છે. આ રીતે એવો કોઈ પણ જીવન ઉપયોગી અને આત્મ ઉપયોગી વિષય નથી કે જેનું વર્ણન ચૌદ પૂર્વમાં ન હોય. કથાનુયોગ, ગણિત આદિ વિષયોનું વર્ણન દષ્ટિવાદસૂત્રના શેષ ચાર ભેદોમાં છે. આ રીતે દ્વાદશાંગ શ્રુતનો વિષય બહુ વિશાળ છે.
દ્વાદશાંગ ગણિપિટક સંપૂર્ણ