________________
દ્વાદશાંગ ગણિપિટક
૩૦૫
વિવેચન :
આ સૂત્રમાં વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ફળ બતાવ્યું છે. જે જીવોએ અર્થાત્ મનુષ્યોએ દ્વાદશાંગ ગબ્રિપિટકની વિરાધના કરી હતી, કરે છે અને ભવિષ્યમાં કરશે તેઓ ચતુર્ગતિરૂપ સંસાર કાનનમાં અતીતકાળમાં ભટક્યાં, વર્તમાનમાં વિવિધ પ્રકારના સંકટોથી ગ્રસ્ત છે અને અનાગત કાળમાં ભવ–ભ્રમણ કરશે. માટે "આપાપે વિરાજિત્તા" સૂત્રમાં આ પદ આપ્યું છે.
"
આશા: શાસ્ત્રમાં સંસારી જીવોના હિતાર્થે જે કંઈ કથન કરાય છે તે જ આજ્ઞા કહેવાય છે, માટે દ્વાદશાંગ ગણિપિટક જ આજ્ઞા છે. આજ્ઞાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) સૂત્ર આજ્ઞા (૨) અર્થ આજ્ઞા (૩) ઉભય
આજ્ઞા.
(૧) જે અજ્ઞાન તથા અસત્ય હઠથી અન્યથા સૂત્ર ભણે અર્થાત્ સૂત્રનો ઉલટો અર્થ લોકોને સમજાવે તેને સૂત્ર આજ્ઞા વિરાધક કહેવાય, યથા જમાલિકુમાર.
(૨) દુરાગ્રહના કારણે જે વ્યક્તિ દ્વાદશાંગની અન્યથા પ્રરૂપણા કરે અર્થાત્ અભિનિવેશને વશ થઈને સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરે તેને અર્થ આજ્ઞા વિરાધક કહ્યા છે, યથા ગોષ્ઠામાહિલ આદિ.
(૩) જે શ્રદ્ધાવિહીન પ્રાણી દ્વાદશાંગના શબ્દો અને અર્થ બન્નેનો ઉપહાસ કરે અર્થાત્ સૂત્રની અવજ્ઞાપૂર્વક વિપરીત કાર્ય કરે તેને ઉભય આજ્ઞા વિરાધક કહેવાય છે. એવા જીવો ચતુતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે.
આ રીતે ઉત્સૂત્ર પ્રરૂપણા અનંત સંસારી અથવા અભવ્યજીવ જ કરી શકે છે, જે ધર્માચાર્યની આજ્ઞાનું પાલન નથી કરતા તેઓ પણ દ્વાદશાંગીના વિરાધક કહેવાય છે.
જૈન સિદ્ધાંતમાં પ્રત્યેક વસ્તુમાં જે રીતે અનંત ધર્મ, સ્વરૂપની અપેક્ષાએ સત્તારૂપમાં જોવા મળે છે, તેવી રીતે પરરૂપની અપેક્ષાએ અનંત અભાવાત્મક ધર્મ પણ જોવા મળે છે, તેથી સૂત્રોમાં સ્વરૂપની અપેક્ષાએ ભાવાત્મક ધર્મોનું અને પરરૂપની અપેક્ષાએ અભાવાત્મક ધર્મોનું નિરૂપણ કર્યું છે. પદાર્થોના ધર્મ વિશેષોને સિદ્ધ કરનારી યુક્તિઓને હેતુ કહે છે. પદાર્થોના ઉપાદાન અને નિમિત્ત કારણોને કારણ કહે છે. જેમાં ચેતના છે, તે જીવ અને જેમાં ચેતના નથી, તે અજીવ છે. જેમાં મોક્ષે જવાની યોગ્યતા છે, તે ભવ્ય સિદ્ધિક અને મોક્ષે જવાની યોગ્યતા ન હોય, તે અભવ્યસિદ્ધિક છે. કર્મ મુક્ત જીવોને સિદ્ધ અને કર્મબદ્ધ સંસારી જીવોને અસિદ્ધ કહે છે. આ રીતે તે દ્વાદશાંગ ગણિપિટક સંસારમાં વિધમાન દરેક તત્ત્વો, ભાવો અને પદાર્થોનું વર્ણન કરે છે.
ઉપસંહાર :
દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનો વિષય ઘણો વિશાળ છે. શ્રુતજ્ઞાનના મહિમાનું વર્ણન કરતાં આચાર્યો “બેવઃ સાક્ષાવસાક્ષાત્ત્વ શ્રુત-વાયોઅંતઃ" કહીને શ્રુતજ્ઞાનનો મહિમા પ્રગટ કરે છે, અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ છે. જ્યાં કેવલજ્ઞાન ત્રૈલોકય, ત્રિકાલવર્તી, દ્રવ્યો, તેના ગુણો