________________
[ ૩૦૪ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
उवदंसिजंति। से तं दुवालसंगे गणिपडिगे ।
ભાવાર્થ :- આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને અર્થાત્ (શ્રદ્ધા, પ્રરૂપણા અને અનુપાલનની અપેક્ષાએ) વિરાધના કરીને અનંત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરૂપ સંસારકાંતાર(ગહન વન)માં પરિભ્રમણ કર્યું છે, આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને વર્તમાનકાળમાં પરિમિત જીવો ચતુર્ગતિરૂપ સંસારકાંતારમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ભવિષ્યકાળમાં અનંત જીવો ચતુર્ગતિરૂપ સંસારકાંતારમાં પરિભ્રમણ કરશે.
આ દ્વાદશાંગ ગણિપિટકનાં સૂત્ર, અર્થ અને ઉભયરૂપ આજ્ઞાની આરાધના કરીને અનંત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરૂપ સંસારકાંતારને પાર કર્યો છે, મુક્તિને પ્રાપ્ત કરી છે, વર્તમાનકાળમાં પણ પરિમિત જીવો આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર કાંતારને પાર કરી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ અનંત જીવો આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરશે.
આ દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં ક્યારે ય ન હતું તેમ નથી, વર્તમાનકાળમાં ક્યારે ય નથી તેમ નથી અને ભવિષ્યકાળમાં ક્યારે ય નહીં રહે તેમ નથી, ભૂતકાળમાં પણ દ્વાદશાંગ ગણિપિટક હતું, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે, કેમ કે આ દ્વાદશાંગ ગણિપિટક મેરુ પર્વત સમાન ધ્રુવ છે, લોક સમાન નિયત છે, કાળ સમાન શાશ્વત છે, નિરંતર વાચના દેવા છતાં પણ તેનો ક્ષય થતો નથી તેથી તે અક્ષય છે, ગંગા સિંધુ નદીઓના પ્રવાહની સમાન અવ્યય છે, જંબૂઢીપાદિ સમાન અવસ્થિત છે અને આકાશ સમાન નિત્ય છે. જે રીતે પાંચ અસ્તિકાય દ્રવ્ય ભૂતકાળમાં ક્યારે ય ન હતા તેમ નથી, વર્તમાન કાળમાં ક્યારે ય નથી તેમ નથી અને ભવિષ્યકાળમાં ક્યારે ય નહીં રહે તેમ પણ નથી. પરંતુ આ પાંચે ય અસ્તિકાય દ્રવ્ય ભૂતકાળમાં હતાં, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. તેથી તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. એવી રીતે આ દ્વાદશાંગ ગણિપિટક પણ ભૂતકાળમાં ક્યારે ય ન હતું તેમ નથી, વર્તમાનમાં ક્યારે ય ન હોય તેમ નથી. ભવિષ્યકાળમાં ક્યારે ય નહીં રહે તેમ નથી, પરંતુ ભૂતકાળમાં પણ તે હતું, વર્તમાનકાળમાં પણ તે છે અને ભવિષ્યકાળમાં પણ તે હશે. તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે.
આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંતભાવ (જીવાદિ સ્વરૂપથી સતુપદાર્થ) અને અનંત અભાવ (પરરૂપથી અસત્ જીવાદિ પદાર્થ) અનંત હેતુ, તેના પ્રતિપક્ષી અનંત અહેતુ, તેવી રીતે અનંત કારણ, અનંત અકારણ, અનંત જીવ, અનંત અજીવ, અનંત ભવ્ય સિદ્ધિક, અનંત અભવ્ય સિદ્ધિક, અનંત સિદ્ધ તથા અનંત અસિદ્ધ વગેરેનું કથન સંક્ષેપથી કરવામાં આવે છે, વિસ્તારથી કરવામાં આવે છે, હેતુ અને દાંતથી તેને બતાવવામાં આવે છે, સામાન્યરૂપથી અને વિશેષ રૂપથી નિર્દિષ્ટ કરવામાં આવે છે, ઉપનય અને નિગમ દ્વારા ઉપદર્શિત કરાય છે. આ પ્રકારે દ્વાદશાંગ ગણિપિટકનું વર્ણન પૂર્ણ થયું.