________________
દ્વાદશાંગ ગણિપિટક
૩૦૧ |
આ મૂલ પ્રથમાનુયોગ છે.
પ્રશ્ન – ચંડિકાનુયોગ શું છે? તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર – ગંડિકાનુયોગના અનેક પ્રકાર છે, જેમ કે– કુલકર ગંડિકા, તીર્થકર ચંડિકા, ગણધર ગંડિકા, ચક્રવર્તી ગંડિકા, દશાર ગંડિકા, બલદેવ ચંડિકા, વાસુદેવ ગંડિકા, હરિવંશ ગંડિકા, ભદ્રબાહુ ગંડિકા, તપકર્મ ચંડિકા, ચિત્રાન્તર ગંડિકા, ઉત્સર્પિણી ચંડિકા, અવસર્પિણી ચંડિકા, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિઓમાં ગમન તથા વિવિધ યોનિઓમાં પરિવર્તનાનુયોગ ઈત્યાદિ ચંડિકાઓનું કથન આ ગંડિકાનુયોગમાં સંક્ષેપથી, વિસ્તારથી, હેતુ અને દષ્ટાંત પ્રરૂપિત, સામાન્યરૂપથી દર્શિત, વિશેષરૂપથી નિદર્શિત, ઉપનય અને નિગમ દ્વારા ઉપદર્શિત કરવામાં આવેલ છે. આ મંડિકાનુયોગ છે. આ અનુયોગ નામનો ચોથો ભેદ છે.
દષ્ટિવાદમાં ચૂલિકા :२१ से किं तं चूलियाओ? जण्णं आइल्लाणं चउण्हं पुव्वाणं चूलियाओ, सेसाइं पुव्वाइं अचूलियाई । से तं चूलियाओ । ભાવાર્થ – પ્રશ્ન- ચૂલિકા શું છે?
ઉત્તર – આદિના ચાર પૂર્વોમાં ચૂલિકા નામનો અધિકાર છે. શેષ દશ પૂર્વોમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકા નામનો પાંચમો ભેદ છે.
વિવેચન :
તિયા- ચૂલિકા :- (૧) કોઈ પણ વસ્તુના અંતમાં કે ઉપરી શિખરમાં રહેનારી વસ્તુ ચૂલિકા કહેવાય છે. (૨) અવશિષ્ટ અને ઉપયોગી વિષયને કહેનારા પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૩) મૂળ વિષયવિભાગના પરિશિષ્ટ વિભાગને ચૂલિકા કહેવાય છે. (૪) વિષયના અંતમાં આવનારા વિશિષ્ટ પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૫) પૂર્વ વિભાગમાં અનુક્ત વિષયને ચૂલિકામાં કહેવામાં આવે છે, યથા–વિવારે ન परिकम्म-सुत्तपुव्वअणुओगे न भणियं तं चूलासु भणियं ति । -चूर्णि.
ચૂલિકા આધુનિકકાળમાં પ્રચલિત પરિશિષ્ટ સમાન હોય છે. એમાં ઉક્ત—અનુક્ત વિષયોનો સંગ્રહ છે. આદિના ચાર પૂર્વોમાં ચૂલિકાઓનો ઉલ્લેખ છે, શેષમાં નથી. ચૂલિકાઓ તે તે પૂર્વોનું અંગ છે.
ચૂલિકાઓમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ આ રીતે ૩૪ વસ્તુઓ છે. જેમ મેરૂ પર્વત ચૂલિકાથી શોભાયમાન છે તેમ શ્રુત પણ ચૂલિકા પ્રકરણથી સુશોભિત છે. માટે તેનું વર્ણન અંતે કર્યું છે. २२ दिट्ठिवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा संखेज्जाओ