________________
[ ૩૦૨ |
શ્રી સમવાયાંગ સૂત્ર
पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ। ભાવાર્થ – દષ્ટિવાદસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે. २३ से णं अंगट्ठयाए बारसमे अंगे, एगे सुयक्खंधे, चउद्दस पुव्वाइं, संखेज्जा वत्थू, संखेज्जा चूलवत्थू, संखेज्जा पाहुडा, संखेज्जा पाहुड-पाहुडा, संखेज्जाओ पाहुडियाओ, संखेज्जाओ पाहुड-पाहुडियाओ, संखेज्जाणि पयसयसहस्साणि पयग्गेणं पण्णत्ताई । संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविजंति पण्णविजंति परूविज्जति दंसिर्जति णिदंसिज्जति उदवंसिजति । से एवं आया एवं णाया एवं विण्णाया, एवं चरण-करणरुवणया आघविज्जति पण्णविज्जति परूविज्जति दसिजति णिदेसिज्जति उवदसिज्जति । से तं दिदिवाएं ।
ભાવાર્થ – અંગ સૂત્રોમાં આ દષ્ટિવાદ બારમું અંગસૂત્ર છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે, સંખ્યાત વસ્તુ છે, સંખ્યાત ચૂલિકા વસ્તુ છે, સંખ્યાત પ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃત–પ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃતિકાઓ છે, સંખ્યાત પ્રાભૃત-પ્રાભૃતિકાઓ છે,પદગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે, સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત - એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર, તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ-મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવ્યું છે. આ બારમા દષ્ટિવાદ અંગસૂત્રનો પરિચય છે.
વિવેચન :
આ દષ્ટિવાદ અંગસૂત્રમાં પણ અન્ય અંગની જેમ પરિમિત વાચનાઓ અને સંખ્યાત અનુયોગદ્વાર છે. પરંતુ આમાં વસ્તુ પ્રાભૃત, પ્રાભૃતપ્રાભૃત અને પ્રાભૂતિકાઓ આદિ વિભાગ વિશેષ છે. પૂર્વોમાં જે મોટા મોટા અધિકાર છે તેને વસ્તુ કહેવાય છે, તેનાથી નાના પ્રકરણને પ્રાભૃત અથવા પ્રાભૃત-પ્રાભૃત