________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૯૯
सोलस तीसा वीसा, पण्णरस अणुप्पवायंमि ।।१।। बारस एक्कारसमे, बारसमे तेरसेव वत्थूणि । तीसा पुण तेरसमे चउदसमे पण्णवीसाओ ।।२।। चत्तारि दुवालस अट्ठ चेव, दस चेव चूलवत्थूणि । आइल्लाण चउण्हं, सेसाणं चूलिया णत्थि ।।३।।
से तं पुव्वगयं । ભાવાર્થ –પ્રશ્ન – પૂર્વગત શું છે? તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર – પૂર્વગતના ચૌદ પ્રકાર છે, જેમ કે– (૧) ઉત્પાદ પૂર્વ (૨)અગ્રણીય(અગ્રાયણીય)પૂર્વ (૩) વીર્યપ્રવાદ પૂર્વ (૪) અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ (૮) કર્મ પ્રવાદ પૂર્વ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ (૧૦) વિદ્યાનુપ્રવાદ પૂર્વ (૧૧) અવંધ્ય પૂર્વ (૧૨) પ્રાણાયુ પૂર્વ (૧૩) ક્રિયા વિશાલપૂર્વ (૧૪) લોકબિન્દુસાર પૂર્વ
(૧) ઉત્પાદ પૂર્વમાં દશ વસ્તુ (અધિકાર) છે અને ચાર ચૂલિકા વસ્તુ છે. (૨) અગ્રાયણીય પૂર્વમાં ચૌદ વસ્તુ અને બાર ચૂલિકાવસ્તુ છે.(૩) વીર્યપ્રવાદ પૂર્વમાં આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે. (૪)અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં અઢાર વસ્તુ અને દશ ચૂલિકા વસ્તુ છે. (૫) જ્ઞાન પ્રવાદ પૂર્વમાં બાર વસ્તુ છે. (૬)સત્યપ્રવાદ પૂર્વમાં બે વસ્તુ છે. (૭) આત્મપ્રવાદ પૂર્વમાં સોળ વસ્તુ છે. (૮) કર્મપ્રવાદ પૂર્વમાં ત્રીસ વસ્તુ છે. (૯) પ્રત્યાખ્યાન પૂર્વમાં વીસ વસ્તુ છે. (૧૦) વિધાનપ્રવાદ પૂર્વમાં પંદર વસ્તુ છે. (૧૧) અવંધ્ય પૂર્વમાં બાર વસ્તુ છે. (૧૨) પ્રાણાયુ પૂર્વમાં તેર વસ્તુ છે. (૧૩) ક્રિયાવિશાલ પૂર્વમાં ત્રીસ વસ્તુ છે. (૧૪) લોકબિન્દુસારમાં પચ્ચીસ વસ્તુ છે.
ઉપર્યુક્ત વસ્તુઓની સંખ્યા પ્રતિપાદક સંગ્રહણી ગાથાઓ આ પ્રમાણે છે.
સંગ્રહણી ગાથાઓ :- પ્રથમ પૂર્વમાં દશ, બીજામાં ચૌદ, ત્રીજામાં આઠ, ચોથામાં અઢાર, પાંચમામાં બાર, છઠ્ઠામાં બે, સાતમામાં સોળ, આઠમામાં ત્રીસ, નવમામાં વીસ, દશમામાં પંદર, અગિયારમામાં બાર, બારમામાં તેર, તેરમામાં ત્રીસ અને ચૌદમામાં પચ્ચીસ વસ્તુનામક મહાઅધિકાર છે. આગળના ચાર પૂર્વોમાં ક્રમથી ચાર, બાર, આઠ, દશ ચૂલિકા વસ્તુનામનો અધિકાર છે. શેષ દશ પૂર્વોમાં ચૂલિકા નામનો અધિકાર નથી. આ પૂર્વ નામનો ત્રીજો ભેદ છે. દષ્ટિવાદમાં અનુયોગ :२० से किं तं अणुओगे? अणुओगे दुविहे पण्णत्ते, तं जहा- मूलपढमाणुओगे य गंडियाणुओगे य । से किं तं मूलपढमाणुओगे? एत्थ णं अरहताणं भगवंताणं