________________
૨૯૪ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा, णिबद्धा, णिकाइया, जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति परूविजंति दंसिर्जति णिदसिजति उवदंसिर्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणया आघविज्जति पण्णविज्जति परूविज्जति दंसिर्जति णिदंसिर्जति उवदंसिज्जति । से त्तं विवायसुए ।।११।। ભાવાર્થ :-વિપાક સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગસૂત્રોમાં આ વિપાકસૂત્ર અગિયારમું અંગ સૂત્ર છે. તેમાં વીસ અધ્યયન છે, વીસ ઉદ્દેશન કાલ છે, વીસ સમુદેશનકાલ છે, પદ ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે. સંખ્યાત અક્ષર છે, અનંતગમ છે, અનંત પર્યાય છે, તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત – એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર, તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ-મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવ્યું છે. આ અગિયારમાં અંગ વિપાક સૂત્રનો પરિચય છે.
વિવેચન :
વિપાક સૂત્રમાં કર્મોના શુભ અને અશુભ ફળોનું વર્ણન ઉદાહરણ આપીને કર્યું છે. આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. દુઃખવિપાક અને સુખવિપાક. પહેલા શ્રુતસ્કંધમાં દસ અધ્યયન છે. જેમાં અન્યાય, અનીતિ, માંસ, ઈંડા આદિ ભક્ષણનાં પરિણામ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, લાંચ અને ચોરી આદિ દુષ્કર્મોના કુફળોના ઉદાહરણ આપીને વર્ણન છે. સાથે એમ પણ બતાવ્યું છે કે જીવ આ બધા પાપોના કારણે નરક અને તિર્યંચ ગતિમાં જઈને વિવિધ પ્રકારની ભયંકર યાતનાઓ પ્રાપ્ત કરે છે, જન્મમરણ કરતા રહે છે, તેમજ દુઃખની પરંપરા વધારતા રહે છે. અજ્ઞાનના કારણે જીવ પાપ કરતી વખતે પ્રસન્ન રહે છે પરંતુ તેના ફળો ભોગવતી વખતે દીનતાપૂર્વક રોવે છે અને પશ્ચાત્તાપ કરે છે.
વિપાક સૂત્રના બીજા શ્રુતસ્કંધનું નામ સુખવિપાક છે. આ અંગના દસ અધ્યયન છે. એમાં ભવ્ય અને પુણ્યશાળી આત્માઓનું વર્ણન છે. જેઓએ પૂર્વભવમાં સુપાત્ર દાન દઈને મનુષ્યભવના આયુષ્યનો બંધ કરીને અને મનુષ્યભવ પ્રાપ્ત કરીને અતુલ વૈભવ પ્રાપ્ત કર્યો પરંતુ મનુષ્યભવને તેઓએ ફક્ત સાંસારિક સુખોપભોગ કરીને જ વ્યર્થ ગુમાવ્યો નથી. તેઓએ અપાર(પુષ્કળ) ઋદ્ધિનો ત્યાગ કરીને