________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૯૩
विवागसुयम्मि भगवया जिणवरेण संवेगकारणत्था, अण्णेवि य एवमाइया बहुविहा वित्थरेणं अत्थपरूवणया आघविज्जंति ।
ભાવાર્થ :– સુખવિપાકસૂત્રમાં જેઓ શીલ–બ્રહ્મચર્ય અથવા સમાધિ, સંયમ, નિયમ–અભિગ્રહ વિશેષ, ગુણ (મૂલગુણ અને ઉત્તર ગુણ), અંતરંગ–બહિરંગ તપ અનુષ્ઠાનમાં સંલગ્ન, જે પોતાના આચારનું સારી રીતે પાલન કરે છે, તેવા સાધુજનોમાં અનેક જાતની અનુકંપાનો પ્રયોગ કરે છે, તેમના પ્રત્યે ત્રણે ય કાળમાં વિશુદ્ધ બુદ્ધિ રાખે છે, અર્થાત્ યતિજનોને આહાર દાન આપીશ, આવો વિચાર કરીને જે હર્ષનો અનુભવ કરે છે, આપવાના સમયે અને આપ્યા પછી પણ જે હર્ષની અનુભૂતિ કરે છે, તેઓને અતિ સાવધાની પૂર્વક મનથી હિતકારક, સુખકારક, નિઃશ્રેયસકારક, અતિશુભ પરિણામોથી પ્રયોગ શુદ્ધ (ઉદ્ગમાદિ દોષોથી રહિત) ભક્તપાન આપે છે, તે મનુષ્ય જે પ્રકારનું પુણ્ય કર્મ ઉપાર્જન કરે છે, બોધિલાભને પ્રાપ્ત થાય છે તેનું કથન છે.
નર, નારકી, તિર્યંચ તેમજ દેવગતિગમન સંબંધી અનેક પરાવર્તનો, પરિભ્રમણોથી યુક્ત, અરતિ, ભય, વિસ્મય, શોક અને મિથ્યાત્વરૂપ શૈલ (પર્વત)થી સંકીર્ણ, ગહન અજ્ઞાન અંધકારરૂપ કીચડથી પરિપૂર્ણ હોવાથી દુસ્તર, જરા, મરણ યોનિરૂપ મગરમચ્છોથી ક્ષોભિત, ચક્રવાલ, અનંતાનુબંધી આદિ સોળ કષાયરૂપ શ્વાપદો (ખૂંખાર, હિંસક-પ્રાણીઓ)થી અતિ પ્રચંડ ભયંકર એવા અનાદિ, અનંત આ સંસાર સાગરને જે પરિત્ત કરે છે, સીમિત કરે છે તેનું વર્ણન છે. જે રીતે દેવલોકમાં જવા માટે તે દેવાયુનો બંધ કરે છે તથા જે રીતે સુરગણોના વિમાનોત્પન્ન અનુપમ સુખોનો અનુભવ કરે છે, ત્યાર પછી કાલાંતરમાં ત્યાંથી નીકળીને આ મનુષ્ય લોકમાં આવીને દીર્ઘ આયુષ્ય, પરિપૂર્ણ શરીર, ઉત્તમ રૂપ, જાતિ કુળમાં જન્મ લઈને આરોગ્ય, બુદ્ધિ, મેધા વિશેષથી સંપન્ન હોય છે. મિત્રજન, સ્વજન, ધન, ધાન્ય અને વૈભવથી સમૃદ્ધ, તેમજ સારભૂત સુખ સંપદાને પ્રાપ્ત કરે છે તથા ઘણા પ્રકારના કામભોગજનિત સુખવિપાકથી પ્રાપ્ત ઉત્તમ સુખોની અવિછિન્ન પરંપરાથી પરિપૂર્ણ રહેતાં સુખોને ભોગવે છે, એવા પુણ્યશાળી જીવોનું સુખવિપાકસૂત્રમાં વર્ણન છે.
આ રીતે અશુભ અને . શુભ કર્મોના અનેક પ્રકારનાં વિપાક (ફળ) આ વિપાક સૂત્રમાં ભગવાન જિનેન્દ્ર દેવે સંસારીજનોને સંવેગ ઉત્પન્ન કરવાને માટે કહ્યાં છે. તે જ રીતે બીજી પણ ઘણા પ્રકારની અર્થ પ્રરૂપણા વિસ્તારથી આ અંગમાં કહેવાયેલી છે.
१५ विवागसुयस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ संखेज्जाओ संगहणीओ ।
सेणं अंगट्टयाए एक्कारसमे अंगे, वीसं अज्झयणा, वीसं उद्देसणकाला, वीसं समुद्देसणकाला, संखेज्जाइं पयसयसहस्साइं पयग्गेणं पण्णत्ताइं । संखेज्जा,