________________
૨૯૨ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
(પરિગ્રહ સંચય), મહાતીવ્ર કષાય, ઈન્દ્રિય વિષય સેવન, પ્રમાદ, પાપ પ્રયોગ અને અશુભ અધ્યવસાયો (પરિણામો)થી સંચિત પાપકર્મોનું તથા તે પાપરૂપ અનુભાગ, ફળ–વિપાકોનું વર્ણન છે. અશુભ કે દુઃખવિપાકથી નરકગતિ, તિર્યંચયોનિમાં વિવિધ પ્રકારનાં સેંકડો સંકટોની પરંપરામાં રહીને ફળ ભોગવવાં પડે છે. ત્યાંથી નીકળીને મનુષ્ય ભવમાં આવીને પણ જીવોનાં જે પાપકર્મો શેષ રહ્યાં છે તેનાથી અનેક પાપરૂપ અશુભ ફળ વિપાક ભોગવવાં પડે છે, જેમ કે વધ, વૃષણ વિનાશ (નપુંસક બનાવી દેવા) નાક કાપી નાખવું, કાન કાપવા, હોઠ ભેદવા, અંગૂઠો છેદવો, હાથ કાપવો, પગ કાપવા, નખ કાપવા, જીભ કાપવી, આંખો બાળવી, (ગરમ લોખંડનો સળિયો આંખમાં ભોંકીને આંખો ફોડવી), કટ અગ્નિદાહ (વાંસની ચઢાઈ શરીર ઉપર ચારે તરફ વીંટાળીને પછી બાળવું), હાથીઓના પગની નીચે કચડાવવા, ફરસી વગેરેથી શરીરને ફાડવું, દોરીથી બાંધીને વૃક્ષો ઉપર લટકાવવું, ત્રિશૂલ–લતા, મૂઠવાળી લાકડી અને દંડાથી શરીરને ભાંગી નાખવું, તપાવેલા કડકડતા સીસા તેમજ તેલથી શરીરને સીંચવું, લોખંડની ભઠ્ઠીમાં પકાવવું, શિયાળામાં હાડ ધ્રૂજી જાય તેવું અતિ ઠંડુ પાણી નાખવું, કાષ્ટ આદિમાં પગ ફસાવીને (હેડમાં) મજબૂત બાંધી દેવા, ભાલા આદિ શસ્ત્રોથી છેદન ભેદન કરવું, શરીરની ચામડી ઉતારવી, અતિ ભયકારક પદ્ધતિથી હાથ બાળવા (કપડું વીંટી તેના પર તેલ નાખી બન્ને હાથોને અગ્નિ લગાવવી) આદિ અતિ ભયંકર – દારુણ, અનુપમ દુઃખ ભોગવવાં પડે છે. અનેક ભવ પરંપરામાં બાંધેલાં પાપકર્મરૂપી વલ્લીનાં દુઃખથી તે મુક્ત થતા નથી. કેમ કે કર્મોનાં ફળને ભોગવ્યાં વિના છૂટકારો મળતો નથી, હા, ચિત્ત સમાધિરૂપ ધૈર્યપૂર્વક જેમણે પોતાની કમ્મર કસી લીધી છે, તેના તપ દ્વારા પાપ કર્મોનું પણ શોધન થઈ જાય છે. १४ एत्तो य सुहविवागेसु णं सील संजम णियम गुण तवोवहाणेसु साहुसु सुविहिएसु अणुकंपासयप्पओग तिकालमइविसुद्ध भत्त पाणाइं पययमणसा हिय सुह णीसेस तिव्वपरिणाम णिच्छियमई पयच्छिऊणं पओगसुद्धाइं जह य णिव्वत्तिति उ बोहिलाभं जह य परित्तीकरेंति णर णरय तिरिय सुरगमण विउल परियट्ट अरइ भय विसायसोग मिच्छत्त सेलसंकडं, अण्णाण तमंधकार चिक्खिल्ल सुदुत्तारं, जरमरण जोणिसंखुभिय चक्कवालं सोलसकसाय सावय-पयंडचंड अणाइयं अणवदग्गं संसारसागरमिणं जह य णिबंधति आउगं सुरगणेसु, जह य अणुभवंति सुरगणविमाणसोक्खाणि अणोवमाणि। तओ य कालंतरे चुआणं इहेव णरलोगमागयाणं आउ वपु वण्ण रूव जाइ कुल जम्म आरोग्ग बुद्धि-मेहाविसेसा, मित्त जण सयण धण-धण्ण-विभव समिद्धिसार समुदयविसेसा बहुविह कामभोगुब्भवाण सोक्खाण सुहविवागोत्तमेसु अणुवरय परंपराणुबद्धा ।
असुभाणं सुभाणं चेव कम्माणं भासिआ बहुविहा विवागा