________________
તેનો સત્ય પુરુષાર્થ તપ અને સંયમ દ્વારા કર્મ નિર્જરાનું કારણ બને તે પણ સમવાય બની કર્મક્ષય કરી મોક્ષાર્થી બને તેવા આશીર્વાદ આપું છું.
ધાર્યુ ન હોય અને અકસ્માત આ બધું બને તે ખરેખર આશ્ચર્ય લાગે પણ તેવું નથી આ પણ એક સમવાય છે. સમવાય પાંચ છે. સ્વભાવ, પુરુષાર્થ, કાળ, કર્મ અને નિયતિ. આત્મામાં સ્વભાવ ઉપડયો અને ગુરુદેવની જન્મશતાબ્દી વર્ષમાં જ આગમ પ્રસિદ્ધ કરીએ એવો પુરુષાર્થ તુર્ત જ શરૂ કર્યો. કાળબળ રોયલપાર્કમાં પૂ. ગુરુદેવની આજ્ઞા, પ્રકાશન સમિતિ, શાસ્ત્ર વિતરણ, પુરુષાર્થ વડે લખવાની સક્રિયતા અને સર્વના ઉત્સાહનું સત્કર્મ ઉદ્ભવ્યું અને આજે નિયતિરૂપ ભવ્ય કાર્ય સિદ્ધ થવા લાગ્યું. આ પણ એક સમવાય જ છે. આ સિદ્ધાંતોનું જે લોકો પઠન કરશે તેઓના જીવનમાં વિષમવાદ નાશ પામી સમવાદનો સંવાદ સર્જાશે.
આ તકે શરીરની કાંતિ અને શકિતને સાચવનાર પ્રોફેસર સાહેબ શ્રી કાંતિભાઈ દવે, મુકુલીકરણ કરી ઓતપ્રોત બની જનારા શ્રી મુકુન્દભાઈ શ્રમણોપાસક, ઉજ્જવળ ભાવોને પ્રેષિત કરતાં શ્રી ચંદ્રકાંતભાઈ વગેરે પ્રકાશન સમિતિના સુસભ્યો તથા આવું સુંદર કાર્ય કરી આપનાર નેહભર્યા ભક્તિભાવવાળા નેહલભાઈ બધાનું અભિવાદન કરું છું. ધન્ય હો આ ધરતી ! યાવત્ ચંદ્ર દિવાકરી આપ્તવાણી બની સર્વનું કલ્યાણ કરે. શુભંભવતુ.
આગમ અવગાહનમાં કંઈ ઓછું—અધિક લખાયું હોય, કોઈપણ ભૂલ રહી જવા પામી હોય, તો વીતરાગ આત્મા પંચપરમેષ્ઠીની સાક્ષીએ 'મિચ્છામિ દુક્કડં"
બોધીબીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ" તણા તારક થયા, એવા ગુરુણી "ઉજમ-ફૂલ-અંબામાત"ને વંદન કરું ભાવભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ' પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
–સાધ્વી લીલમ
29