________________
અર્થ છે સમ + અવાય. સમ = સાથે, એક સાથે, અવાય = નિર્ણય-નિશ્ચય, એક સાથે સંપૂર્ણ લોકાલોકની વસ્તુનો નિશ્ચય કરી શકાય, વર્ગીકરણ કરી શકાય તેનું નામ સમવાય. સ = સમ્યગ્બોધને, મ = મનન કરીને, વા = વાણીમાં, ય = યતિધર્મરૂપ યમમાં જોડી આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલા અનંત ગુણાત્મક ધર્મને પામી શકાય. વિષમ ભાવોનો સમન્વય કરી, જીવના સમતા ધર્મમાં લીન થઈ, રમણતા કરી ઊર્ધ્વગામી બની, જીવ-અજીવના જ્ઞાયક બની, સાચા સુખના સ્વાદનું વેદન કરી, શુદ્ધ ચેતન્ય સિદ્ધ બની જવાય તેનું નામ છે, સમવાય.
પ્રસ્તુત સૂત્ર ગણિત સંખ્યારૂપે એકથી લઈને કોટાનકોટીમાં અનંતના ભાંગા તરફ લઈ જાય છે. એક આત્માનું વર્ણન કરતાં આત્મા કેટલા પ્રપંચમાં પડી. કર્મમય બની પરિભ્રમણ કરી રહ્યો છે, તેનું દીવ્યત્વ બતાવી વેદ, સંજ્ઞા, કષાય, આર્ત, રૌદ્રધ્યાન વગેરે બતાવતાં છેવટમાં કર્મરહિત કેવી રીતે બનાય, તે માટે પંચાચાર, સમિતિ, ગુપ્તિનું વર્ણન કરી સિદ્ધદશા સુધી પહોંચાડી દે છે, આવું સુંદર આ પ્રસ્તુત સૂત્ર છે.
આપ્તવાણીના શ્રુતદેવતા ગણધર પરમાત્માથી લઈને ગણિવરો, આચાર્યો, ઋષિ, મહર્ષિઓએ આ સરવાણી ચાલુ રાખી કર્ણ, ઉપકર્ણ આપતાં આપતાં લિપિમય બનતાં આજે કોમ્યુટરના જમાનામાં ઓફસેટ પ્રિન્ટીંગ સુધીમાં પડીને આપ્તવાણીને સજીવ રાખવાના પ્રયત્નો સફળ કરી ચૂક્યા છે. ધન્ય હો ! તે ઋષિ પુંગવોને. અમોએ તો તૈયાર વસ્તુને ખાલી પત્રાકારમાં ગોઠવવાનો સામાન્ય પુરુષાર્થ કર્યો છે. આ સૂત્રનો અનુવાદ કરવાનો યશસ્વી ફાળો મારી સુશિષ્યા વિદુષી, ઉગ્ર દીર્ઘ તપસ્વિની સાધ્વી વનિતાના શિરે જાય છે. તેમણે અથાગ પરિશ્રમ કરીને આ ગુજરાતી લિપિમાં લખ્યું છે.
અમારા પરમ ઉપકારી વાણીભૂષણ પૂ. ગિરીશચંદ્રજી ગુરુદેવ, જેઓએ પુરુષાર્થ કરી ત્રણ લોકની અમૂલ નિધિ સમા ગીતાર્થ આગમ મનીષી ત્રિલોકમુનિજીને અહીં લાવી ઉપસ્થિત કર્યા છે. તેઓએ તે લખેલા આગમોને આભૂષણો પહેરાવી શૃંગારિત કરી સુસજિજત કર્યા છે. આ કાર્ય વેગવંતુ બનાવી સુસ્વચ્છ અને સુઘડ બનાવ્યું છે. ધન્ય હો ! ગુરુદેવ ત્રિલોકમુનિ ! અમારું કામ આપે નિષ્કામ સ્વાધ્યાયપ્રેમી બનીને સફળ કર્યું. હું અનેકશઃ ધન્યવાદ આપી મસ્તક ઝૂકાવીને નમસ્કાર કરું છું તથા ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાને સંપાદન સહયોગ આપવા માટે અભિનંદન આપું છું. અમારા ગુરુકુળની કલગી સમા, કૃશ શરીરી સાધ્વી વનિતાશ્રીનું અભિવાદન કરું છું.
28