________________
[ ૨૮૮ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
संखेज्जाओ पडिवत्तीओ, संखेज्ज वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ।
से णं अंगट्ठयाए दसमे अंगे, एगे सुयक्खंधे, पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाणि पयसयसहस्साणि पयग्गेणं पण्णत्ताई। संखेज्जा अक्खरा, अणंता गमा, अणता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति पण्णविज्जति परूविज्जति दंसिज्जति णिदंसिज्जति उवदसिजति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणया आघविज्जति पण्णविजंति परूविजंति दसिज्जति णिदंसिज्जति उवदंसिर्जति । से तं पण्हावागरणाई ।।१०।। ભાવાર્થ – પ્રશ્ન – પ્રશ્નવ્યાકરણ શું છે? તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર – પ્રશ્નવ્યાકરણ અંગસૂત્રમાં એકસો આઠ પ્રશ્નો,એકસો આઠ અપ્રશ્નો (જવાબો)અને એકસો આઠ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાઓના અતિશયો તથા નાગો, સુવર્ણોની સાથેના દિવ્ય સંવાદો કથિત જ્ઞ છે.
પ્રશ્નવ્યાકરણ દશામાં સ્વસમય-પરસમયના પ્રજ્ઞાપક પ્રત્યેક બુદ્ધોની વિવિધ અર્થોવાળી ભાષાઓ દ્વારા કથિત વચનોના આકર્ષ ઔષધિ આદિ અતિશયો, જ્ઞાનાદિ ગુણો અને ઉપશમ ભાવના પ્રતિપાદક વિવિધ પ્રકારના આચાર્ય ભાષિતોનું, વિસ્તારથી કથિત વીર મહર્ષિઓનાં જગત હિતકારી અનેક પ્રકારનાં વિસ્તૃત સુભાષિતોનું આદર્શ(દર્પણ), અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ, ક્ષૌમ(વસ્ત્રો અને સૂર્ય આદિના આશ્રયથી અપાયેલા ઉત્તરોનું આ અંગમાં વર્ણન છે. અનેક મહાપ્રશ્ન વિદ્યાઓ વચનથી જ પ્રશ્ન કરવા પર ઉત્તર આપે છે, અનેક વિદ્યાઓ મનથી ચિંતિત પ્રશ્ન પૂછવા પર ઉત્તર આપે છે, અનેક વિદ્યાઓ અનેક અધિષ્ઠાતા દેવતાઓના વિશેષ પ્રયોગ પ્રધાનતાથી અનેક અર્થોના સંવાદક ગુણોને પ્રકાશિત કરે છે અને પોતાના સભૂત (વાસ્તવિક) દ્વિગુણ પ્રભાવક ઉત્તરો દ્વારા જન સમુદાયને વિસ્મિત કરે છે. તે વિધાઓનાં ચમત્કારો અને સત્ય વચનોથી લોકોનાં હૃદયોમાં આ દઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે ભૂતકાળ માં દમ અને શમના ધારક, અન્ય મતોના શાસ્તાઓથી વિશિષ્ટ જિન તીર્થકર થયા છે અને તેઓ યથાર્થવાદી હતા, અન્યથા આ પ્રકારની સત્ય વિદ્યા, મંત્ર સંભવિત ન હોય, આ રીતે સંશયશીલ મનુષ્યોનાં સ્થિરીકરણના કારણભૂત દુરભિગમ (ગંભીર) અને દુરવગાહ (કઠિનતાથી અવગાહન કરવા યોગ્ય) દરેક સર્વજ્ઞો દ્વારા સન્મત, અજ્ઞજનોને પ્રબોધ કરનાર, પ્રત્યક્ષ પ્રતીતિકારક પ્રશ્નોના વિવિધ ગુણ અને મહાન અર્થાવાળા જિનવર પ્રણીત ઉત્તરો આ અંગમાં કથિત છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પરિત્ત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત