________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૮૯
વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગ સૂત્રોમાં આ પ્રશ્રવ્યાકરણ દશમું અંગસૂત્ર છે, તેમાં એક શ્રુતસ્કંધ છે, પિસ્તાલીસ ઉદ્દેશન કાલ છે, પિસ્તાલીસ સમુદ્દેશન કાલ છે. પદ ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે. આ દશમા પ્રશ્નવ્યાકરણ અંગસૂત્રનો પરિચય છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલે હેત–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ—મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે,વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવ્યું છે.
વિવેચન :
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પ્રશ્નોત્તરરૂપે પદાર્થોનું વર્ણન છે. પ્રાયઃ સૂત્રોના નામ પ્રમાણે જ તેનો વિષય હોય છે. આ સૂત્રનું નામ પણ પ્રશ્ન અને વ્યાકરણ એટલે ઉત્તર, એ બન્ને શબ્દોને સંયુક્ત કર્યા છે. સિગારું - વિધિપૂર્વક જાપ કરવાથી કોઈ પૂછે તો શુભાશુભ ઉત્તર બતાવે છે.
સિગારું - વિદ્યા અને મંત્રથી સિદ્ધ કરીને પછી પૂછ્યા વગર પણ શુભાશુભ ઉત્તર આપે સિTVસિTI૬:- જે સિદ્ધ કરી લીધા પછી પૂછવાથી અથવા પૂછ્યા વગર પણ શુભાશુભ ફળ બતાવે.
અંગુષ્ઠ પ્રશ્ન, બાહુપ્રશ્ન તેમ જ આદર્શપ્રશ્ન ઈત્યાદિ વડે પ્રશ્નોત્તર પ્રાપ્ત કરવાની વિધિ સ્પષ્ટ કરી છે અર્થાત્ અંગૂઠાને સામે રાખીને કે ભુજાને સામે રાખીને કે ભુજાને અથવા અરીસાને સામે રાખી આ પ્રશ્નોત્તરની ક્રિયા કરવામાં આવે છે અથવા અંગૂઠા વગેરેમાં દેવનો પ્રવેશ થવાથી ઉત્તર આપે છે.
નંદી સૂત્રમાં પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો પરિચય આ જ રીતે આપ્યો છે પરંતુ વર્તમાનમાંવિધાયુક્ત અધ્યયનો ઉપલબ્ધ નથી. ફક્ત પાંચ આશ્રવ અને પાંચ સંવરરૂ૫ દસ જ અધ્યયન છે. વર્તમાનકાળનાં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ક્રમશઃ હિંસા, અસત્ય, ચૌર્ય(ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહનું વિસ્તૃત વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિષે સુંદર વર્ણન છે. તેની આરાધના કરવાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય એવો તેમાં ઉલ્લેખ છે. તે સિવાય આ સૂત્રમાં તત્ત્વોનું નિરૂપણ કરનારી ચાર ધર્મકથાઓનું પણ વિસ્તૃત વર્ણન છે. આ કથાઓનું સ્વરૂપ ક્રમશઃ નીચે પ્રમાણે છે – (૧) આક્ષેપણીકથા –જે વિવિધ પ્રકારની એકાંત દષ્ટિઓની નિરાકરણપૂર્વક શુદ્ધિ કરીને છ દ્રવ્ય અને