________________
| ૨૭૮ |
શ્રી સમવાયાંગ સૂત્ર
જે આરાધના કરનાર છે, મિથ્યાદર્શન, માયા અને નિદાન આદિ શલ્યોથી રહિત થઈને શુદ્ધ, નિર્દોષ સિદ્ધાલયના માર્ગની અભિમુખ છે, એવા મહાપુરુષોની કથાઓ આ અંગમાં કહેલી છે.
જે સંયમનું પરિપાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા હોય, દેવ ભવના અને દેવ વિમાનોનાં અનુપમ સુખોને અને દિવ્ય, મહામૂલ્ય, ઉત્તમ ભોગ, ઉપભોગને દીર્ઘકાલ સુધી ભોગવીને કાળધર્મ પામી ત્યાંથી ચુત થઈને ફરી યથાયોગ્ય મુક્તિના માર્ગને પ્રાપ્ત કરીને અંતક્રિયાથી સમાધિ મરણના સમયે કર્મવશ વિચલિત થઈ ગયા હોય અને તેઓને દેવો તથા મનુષ્ય દ્વારા વૈર્ય ધારણ કરાવવામાં કારણભૂત, સંબોધનો અને અનુશાસનો, સંયમનાં ગુણ અને સંયમથી પતિત થવાના દોષોનાં દર્શક દષ્ટાંતોનું નિરૂપણ છે. તે દષ્ટાંતો અને પ્રત્યયોને અર્થાત્ બોધિનાં કારણભૂત વાક્યોને સાંભળીને શુક પરિવ્રાજક આદિ લૌકિક મુનિજન પણ જરા મરણનો નાશ કરનાર જિનશાસનમાં જે પ્રકારથી સ્થિત થયા, તેઓએ જે રીતથી સંયમની આરાધના કરી, ફરી દેવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી આવીને, મનુષ્ય થઈને જે રીતે શાશ્વત સુખોને અને સર્વદુઃખ વિમોક્ષને પ્રાપ્ત થયા, તેની તથા તેવી જ રીતે અન્ય અનેક મહાપુરુષોની કથાઓ આ અંગમાં વિસ્તારથી કહેલી છે.
જ્ઞાતાધર્મકથામાં પરીત વાચનાઓ, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગ સૂત્રોમાં જ્ઞાતાધર્મકથા છઠું અંગસૂત્ર છે. તેમાં બે મૃત સ્કંધ છે, તેમાં પ્રથમ શ્રુત સ્કંધનાં (જ્ઞાત) ઓગણીસ અધ્યયન છે. તે સંક્ષેપથી બે પ્રકારનાં છે– ચરિત અને કલ્પિત. બીજા શ્રુતસ્કંધના દસ વર્ગમાં ધર્મકથાઓ છે. એક એક ધર્મ કથામાં પાંચસો-પાંચસો આખ્યાનો છે. એક–એક આખ્યાનમાં પાંચસો-પાંચસો ઉપાખ્યાનો છે, એક–એક ઉપાખ્યાનમાં ફરી પાંચસો-પાંચસો આખ્યાનો–પાખ્યાનો છે. આમ પહેલાં અને પછીની બધી કથાઓ મળીને સાડા ત્રણ કરોડ (કથાઓ) આખ્યાનો થાય છે.
જ્ઞાતાધર્મકથામાં ઓગણત્રીસ ઉદ્દેશન કાલ છે, ઓગણત્રીસ સમુદેશન કાલ છે, પદ ગણનાની અપેક્ષાએ સંખ્યાત હજાર પદ , સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત – એટલે નિર્યુક્તિ હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે. દિષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર – તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ–મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવ્યા છે. આ છઠ્ઠા જ્ઞાતા ધર્મકથા અંગેનો પરિચય છે. વિવેચન :
આ છઠ્ઠા અંગસૂત્રનું નામ જ્ઞાતા ધર્મકથાંગ છે. "જ્ઞાતા" શબ્દનો અહીં ઉદાહરણ માટે પ્રયોગ કર્યો