________________
દ્વાદશાંગ ગણિપિટક
[ ૨૭૭ ]
वग्गा । तत्थ णं एगमेगाए धम्मकहाए पंच पंच अक्खाइयासयाई, एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाई, एगमेगाए उवक्खाइयाए पंच पंच अक्खाइय-उवक्खाइयासयाई, एवमेव सप्पुव्वावरेणं अधुट्ठाओ अक्खाइयाकोडीओ भवंतीति मक्खायाओ ।
एगूणतीसं उद्देसणकाला, एगूणतीसं समुद्देसणकाला, संखेज्जाई पयसहस्साई पयग्गेणं पण्णत्ता । संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा बिद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति पण्णविज्जति परूविज्जति दंसिजति णिदंसिज्जति उवदंसिज्जति । से एवं आया, से एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणया आघविज्जति पण्णविज्जति, परूविज्जति दंसिर्जति णिदंसिजति उवदंसिजति । से तं णायाधम्मकहाओ ।।६।। ભાવાર્થ – પ્રશ્ન – જ્ઞાતાધર્મકથા શું છે? તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર – જ્ઞાતાધર્મકથાસૂત્રમાં જ્ઞાત અર્થાત કથાનાયકોના નગરો, ઉધાનો, ચૈત્યો, વનખંડો, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, આલોક અને પરલોકની ઋદ્ધિ વિશેષ, ભોગપરિત્યાગ, પ્રવ્રજયા, શ્રત પરિગ્રહ, તપ-ઉપધાન, દીક્ષાપર્યાય, સંલેખના, ભક્ત પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, શ્રેષ્ઠ કુળમાં ફરી જન્મ, ફરી બોધિલાભ અને અંતક્રિયાઓનું વર્ણન સંક્ષેપથી, વિસ્તારથી, હેતુ અને દષ્ટાંતથી, સામાન્ય રૂપથી દર્શિત, વિશેષ રૂપથી નિદર્શિત તથા ઉપનય અને નિગમન દ્વારા ઉપદર્શિત કરવામાં આવ્યું છે.
જ્ઞાતાધર્મકથાસૂત્રમાં પ્રવ્રજિત પુરુષોનાં વિનય-કરણ, શાસન પ્રવર જિનેશ્વર ભગવાનની સંયમ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જેની વીરતા, બુદ્ધિ અને વ્યવસાય-પુરુષાર્થ દુર્બલ છે, તપ નિયમ અને તપ ઉપધાનનું પાલન કરવા રૂપ રણયુદ્ધના દુર્ધર ભારને વહન કરવાથી જે પરાંગમુખ થઈ ગયા છે, તેથી જે અત્યંત અશક્ત થઈને સંયમ પાલન કરવાના સંકલ્પને છોડીને બેઠા છે, ઘોર પરીષહથી પરાજિત થઈ ગયા છે, મોક્ષ માર્ગનો અવરોધ થઈ જવાથી જે સિદ્ધાલયના કારણભૂત મહામૂલ્ય જ્ઞાનાદિથી પતિત છે, જે ઈન્દ્રિયોના તુચ્છ વિષય સુખોની આશાને વશ થઈ રાગાદિ દોષોથી મૂચ્છિત થઈ રહ્યા છે, જે ચારિત્ર, જ્ઞાન, દર્શન, સ્વરૂપ યતિ ગુણોથી અને તેના વિવિધ પ્રકારોના અભાવથી સર્વથા નિઃસાર અને શૂન્ય છે, જે સંસારનાં અપાર દુઃખો વિવિધ દુર્ગતિઓની ભવ પરંપરાના પ્રપંચમાં પડેલા છે, એવા પતિત પુરુષોની કથાઓ છે.
જે ધીર–વીર છે, પરીષહો અને કષાયોની સેનાને જીતનારા છે, ધૈર્યના ધણી છે, સંયમમાં ઉત્સાહ રાખનારા અને બલ વીર્યને પ્રગટ કરવામાં દઢ નિશ્ચયવાળા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સમાધિ યોગની