________________
| દ્વાદશાંગ ગણિપિટક
| ૨૭૯ |
છે. આ અંગમાં ઈતિહાસ, ઉદાહરણ અને ધાર્મિક દષ્ટાંત વગેરેનો સમાવેશ થાય છે અને તેમાં ધર્મકથાઓ છે, માટે આ અંગનું નામ જ્ઞાતા ધર્મકથા રાખવામાં આવ્યું છે. આ અંગના પહેલા શ્રુતસ્કંધમાં ઉદાહરણ છે અને બીજા શ્રુતસ્કંધમાં ધર્મકથાઓ છે. ઈતિહાસ પ્રાયઃ વાસ્તવિક હોય છે, પરંતુ દષ્ટાંત, ઉદાહરણ અને કથાઓ વાસ્તવિક પણ હોય અને કાલ્પનિક પણ હોય છે. સમ્યગુદષ્ટિ પ્રાણીઓ માટે સંપૂર્ણ વિશ્વ ધર્મવૃદ્ધિનું કારણ બને છે અને મિથ્યાદષ્ટિ માટે એ પતનનું કારણ બને છે.
જ્ઞાતાધર્મકથાનાં પહેલા શ્રતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે અને બીજા શ્રુતસ્કંધમાં દસ વર્ગ છે. પ્રત્યેક વર્ગમાં અનેક અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધના પ્રત્યેક અધ્યયનમાં એક કથાનક અને અંતમાં તે કથાના દાંતથી મળનારી શિક્ષાઓ બતાવી છે. કથાઓમાં પાત્રોના નગર, પ્રાસાદ, ચેત્ય, સમુદ્ર, ઉદ્યાન, સ્વપ્ન, ધર્મ સાધનાના પ્રકાર અને સારી રીતે આરાધના કરનાર વિરાધક કેમ થયા? તેઓનો આગળનો જન્મ ક્યાં થશે અને કેવું જીવન વ્યતીત કરશે એ દરેક વિષયોનું વર્ણન આ સૂત્રમાં છે.
આ સૂત્રમાં કોઈક સાધક કે કથાનાયક તીર્થકર મહાવીરના યુગમાં, કોઈક તીર્થકર અરિષ્ટનેમિના સમયમાં અને કોઈક પાર્શ્વનાથના શાસનકાળમાં થયા હતા, તો કોઈક મહાવિદેહક્ષેત્રથી સંબંધિત છે. આઠમા અધ્યયનમાં તીર્થકર મલ્લિનાથનું વર્ણન છે. સોળમા અધ્યયનમાં દ્રૌપદીના પૂર્વજન્મની કથા મનનીય છે. તેમજ તેનું વર્તમાનકાલિક તથા ભાવિ જીવનનું પણ વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં કેવળ પાર્શ્વનાથ સ્વામીના શાસનકાળમાં થયેલા સાધ્વીજીઓના ગૃહસ્થાશ્રમનું વર્ણન, સાધ્વી જીવનનું અને તેના ભવિષ્યનું વર્ણન છે. જ્ઞાતાધર્મકથાગ સુત્રની ભાષાશૈલી અત્યંત રૂચિકર છે. પ્રાયઃ દરેક રસોનું આ સુત્રમાં વર્ણન છે. ધાર્મિક અને વ્યવહારિક શિક્ષાઓથી ભરપૂર કથાપ્રધાન આ સૂત્ર આબાલવૃદ્ધ દરેકને સ્વાધ્યાય કરવા લાયક છે.
વર્તમાનમાં પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધમાં દશ વર્ગ છે, એટલું વર્તમાનમાં ઉપલબ્ધ છે. પછી તે વર્ગોમાં અધ્યયન અને અધ્યયનોમાં જુદી જુદી કથાઓ મળતી નથી. વર્તમાને સાડા ત્રણ કરોડ કથાઓ ઉપલબ્ધ નથી. ઉપાસકદશા સૂત્ર :
८ से किं तं उवासगदसाओ? उवासगदसासु उवासयाणं णगराइं उज्जाणाई चेइआई वणखडा रायाणो अम्मापियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइय-इड्डिविसेसा, उवासयाण सीलव्वय-वेरमण -गुणपच्चक्खाण- पोसहोववासपडिवज्जणयाओ सुयपरिग्गहा तवोवहाणा पडिमाओ उवसग्गा सलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई देवलोगगमणाई सुकुलपच्चायाई, पुणो बोहिलाभा अंतकिरियाओ आघविजंति पण्णविज्जति परूविजंति दसिज्जति णिदसिज्जति उवदंसिर्जति ।
उवासगदसासु णं उवासयाणं रिद्धिविसेसा परिसा वित्थरधम्मसवणाणि