________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૭૩
અંગ સૂત્રોમાં સમવાયાંગસૂત્ર ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશન કાલ છે, એક સમુદ્દેશનકાલ છે. પદ ગણનાની અપેક્ષાએ તેનાં એક લાખ ચુમ્માલીસ હજાર(૧,૪૪,૦૦૦) પદ છે. તેમાં સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત—અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ—ગ્રથિત, નિકાચિત એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર – તર્કાદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ—મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દૃષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવેલ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમવાય સૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેમાં જીવાદિ પદાર્થોનો નિર્ણય કરવામાં આવે તેને સમવાય કહેવાય છે. ''સમાપ્તિĒતિ' શબ્દનો ભાવ એ છે કે સમ્યક્ જ્ઞાનથી ગ્રાહ્ય પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે છે અથવા જીવાદિ પદાર્થોને કુપ્રરૂપણાથી છૂટા પાડીને સમ્યક્ પ્રરૂપણામાં સમાવિષ્ટ કર્યા છે.
આ સૂત્રમાં જીવ, અજીવ તથા જીવાજીવ, જૈનદર્શન, અન્યદર્શન, લોક, અલોક ઈત્યાદિ વિષય સ્પષ્ટ કર્યા છે. ત્યારબાદ એક અંકથી લઈને સો અંક સુધી જે જે વિષય જે જે અંકમાં સમાહિત થઈ શકે તેનું વર્ણન છે.
આ સૂત્રમાં સ્કંધ, વર્ગ, અધ્યયન, ઉદ્દેશક આદિ ભેદ નથી. ઠાણાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ સંખ્યાના ક્રમથી વસ્તુઓનો નિર્દેશ નિરંતર સો સુધી કરીને પછી બસ્સો, ત્રણસો આદિ ક્રમથી હજાર સુધી વિષયોનું વર્ણન છે. જેમ કે– પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું, ભગવાન મહાવીરના ૩૦૦ શિષ્યો ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. આ રીતે સંખ્યા વધતાં વધતાં કરોડ સુધી પહોંચી જાય છે.
ત્યાર બાદ દ્વાદશાંગ ગણિપિટકનો સંક્ષિપ્ત પરિચય અને ત્રેસઠ શ્લાઘનીય પુરુષોના નામ, માતાપિતા, જન્મ, નગર, દીક્ષાસ્થાન આદિનું વર્ણન છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર :
६ से किं तं विवाहे ? विवाहेणं ससमया विआहिज्जंति, परसमया विआहिज्जति, ससमयपरसमया विआहिज्जंति, जीवा विआहिज्जति, अजवा विआहिज्जंति, जीवाजीवा विआहिज्जंति, लोगे विआहिज्जइ, अलोए विआहिज्जइ, लोगालोगे विआहिज्जइ ।