________________
[ ૨૭૨]
શ્રી સમવાયાંગ સૂત્ર
अण्णे य एवमाइ एत्थ वित्थरेणं अत्था समाहिज्जंति ।
समवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ।
से गं अंगट्ठयाए चउत्थे अंगे, एगे अज्झयणे, एगे सुयक्खंधे, एगे उद्देसणकाले, एगे समुद्देसणकाले । चउयाले पयसयसहस्से पयग्गेणं पण्णत्ते। संखेज्जा अक्खरा, अणंता गमा, अणता पज्जवा, परित्ता तसा, अणंता थावरा सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति पण्णविज्जति परूविज्जति दसिजति णिदसिजति उवदसिजति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करण परूवणया आघविज्जति पण्णविज्जति परूविज्जति दसिजति णिदसिजति उवदसिजति । से त्तं समवाए ।।४।। ભાવાર્થ :- પ્રશ્ન – સમવાયાંગસૂત્ર શું છે? અને તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર – સમવાયાંગમાં સ્વસમયસૂત્ર, પરસમય અને ઊભય સમય સૂચિત કરાય છે. જીવ, અજીવ અને જીવાજીવ સૂચિત કરાય છે. લોક, અલોક અને લોકાલોક સૂચિત કરાય છે.
સમવાયાંગસુત્રમાં એક આદિથી લઈને એક એક સ્થાનની પરિતૃદ્ધિ કરતાં સો, હજાર અને કોટાકોટી સુધીના કેટલાય પદાર્થોનું અને દ્વાદશાંગ ગણિપિટકના પલ્લવાઝો (પર્યાયોનું પ્રમાણ)નું કથન છે. સો સુધીના સ્થાનોનું તથા બાર અંગનું વિસ્તૃત વર્ણન છે. તેમાં જગતના જીવોના હિતાર્થે શ્રુતજ્ઞાન ભગવાનનો સંક્ષેપમાં સમવતાર કરાય છે. સમવાયાંગસૂત્રમાં વિવિધ પ્રકારે જીવ અને અજીવ પદાર્થ વિસ્તારથી વર્ણિત છે અન્ય પણ ઘણા વિશિષ્ટ તત્ત્વરૂપ નારકી, તિર્યચ, મનુષ્ય, અને દેવ ગણોનો આહાર, ઉચ્છવાસ, વેશ્યા, આવાસ સંખ્યા, તેના આયામ વિષ્કમનું પ્રમાણ, ઉપપાત(જન્મ), ચ્યવન(મરણ), અવગાહના, અવધિ, વેદના, વિધાન (ભેદ), ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાય, જીવોની વિવિધ પ્રકારની યોનિઓ, પર્વત, કૂટ આદિના વિખંભ (પહોળાઈ), ઉત્સધ (ઊંચાઈ), પરિધિના પ્રમાણ, મંદર આદિ પર્વતોની વિધિ (ભેદ), કુલકરો, તીર્થકરો, ગણધરો, સમસ્ત ભરતક્ષેત્રના સ્વામી ચક્રધર ચક્રવર્તીઓ, વાસુદેવો અને હલધરો(બલદેવો)નાં ક્ષેત્રોનું, નિર્ગમોનું અર્થાત્ પૂર્વ પૂર્વ ક્ષેત્રોથી ઉત્તર ઉત્તરનાં (આગળ નાં) ક્ષેત્રોના વધારે વિસ્તારનું તથા તે જ રીતે બીજા પણ પદાર્થોનું સમવાયાંગ સૂત્રમાં વિસ્તારથી વર્ણન છે.
સમવાયાંગ સૂત્રમાં પરિત વાચના, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.