________________
૨૭૦
શ્રી સમવાયાંગ સૂત્ર
સ્થાનાંગસૂત્રમાં જીવ આદિ પદાર્થોનાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોનું નિરૂપણ છે. પર્વતો, ગંગા આદિ મહાનદીઓ, સમુદ્રો, સૂર્યો, ભવનો, વિમાનો, આકરો (સુવર્ણ આદિની ખાણો) સામાન્ય નદીઓ, નિધિઓ, પુરુષોના સ્વરો, ગોત્રો અને જ્યોતિષી દેવોના સંચારનું વર્ણન છે. એક એક પ્રકારના પદાર્થોનું, બે બે પ્રકારના પદાર્થોનું યાવતું દશ દશ પ્રકારના પદાર્થોનું કથન છે. જીવ, પુદ્ગલ અને લોકમાં અવસ્થિત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની પ્રરૂપણા છે.
સ્થાનાંગ સુત્રમાં પરિમિતની વાચનાઓ, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેષ્ટક, સંખ્યાત શ્લોક, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત નિયુક્તિ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગસૂત્રમાં ઠાણાંગસૂત્ર ત્રીજું અંગસૂત્ર છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશન કાલ છે, એકવીસ સમુદેશન કાલ છે. પદ ગણનાની અપેક્ષાએ તેમાં બોત્તેર હજાર પદ . સંખ્યાત અક્ષર છે, અનંતગમસુત્ર છે, અનંત પર્યાય છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો કહ્યા, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કર્યા છે, દાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર – તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન- ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ-મૂળગૂણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવેલ છે.
વિવેચન :
આ સૂત્રમાં સ્થાનાંગ સૂત્રનો પરિચય આપ્યો છે. ઠાણાંગ સૂત્રમાં જીવાદિ પદાર્થોનું વર્ણન છે. આ સૂત્ર દશ અધ્યયનમાં વિભાજિત છે. તેમાં સૂત્રોની સંખ્યા હજારથી અધિક છે, એકવીસ ઉદ્દેશક છે. આ અંગની રચના પૂર્વોક્ત બે અંગથી ભિન્ન પ્રકારની છે. આ અંગમાં પ્રત્યેક અધ્યયન"સ્થાન" નામથી કથિત છે, તેમાં અધ્યયન (સ્થાન)ની સંખ્યા પ્રમાણે જ વસ્તુ સંખ્યા ગણાવી છે, યથા(૧) પ્રથમ સ્થાનમાં (અધ્યયનમાં)- "ને " આત્મા એક છે, એ જ રીતે અન્ય એક એક પ્રકારના પદાર્થોનું વર્ણન છે. (૨) બીજા સ્થાનમાં બે-બે પદાર્થોનું વર્ણન છે, યથા– જીવ અને અજીવ, પુણ્ય અને પાપ, ધર્મ અને અધર્મ આદિ પદાર્થોનું વર્ણન છે. (૩) ત્રીજા સ્થાનમાં- જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિરૂપણ છે. ત્રણ પ્રકારના પુરુષ–ઉત્તમ, મધ્યમ અને જઘન્ય તથા શ્રુતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાય ધર્મ, આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ધર્મ આદિ વિષયોનું નિરૂપણ છે. (૪) ચોથા સ્થાનમાં– ચાર્લામ ધર્મ આદિ તેમ જ સાતસો ચૌભંગીઓનું વર્ણન છે.