________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૫
પ્રરૂપણા આદિ અનેક અનુયોગદ્વારો દ્વારા જીવાદિ તત્ત્વોની વિવિધ પ્રકારથી વિસ્તારાનુગમ કરીને પરમ સદ્ભાવગુણ, વિશિષ્ટ મોક્ષ માર્ગના અવતારક, સમ્યગ્દર્શનાદિમાં પ્રાણીઓના પ્રવર્તક, સર્કલ સૂત્ર અર્થ સંબંધી દોષોથી રહિત, સમસ્ત સદ્ગુણોથી સહિત, ઉદાર, પ્રગાઢ, અંધકારમય દુર્ગમ સ્થળોમાં દીપક સ્વરૂપ, સિદ્ધિ અને સુગતિરૂપી ઉત્તમ ઘરગૃહને માટે પગથિયાં સમાન, પ્રવાદીઓના વિક્ષોભથી રહિત, નિષ્પકંપ સૂત્ર અને અર્થ સૂચિત કરવામાં આવ્યા છે.
સૂત્રકૃતાંગમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેઢ–વેષ્ટક– સરખા પાઠના આલાપક છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિર્યુક્તિ છે અને સંખ્યાત સંગ્રહણીઓ
અંગ સૂત્રમાં આ સૂત્રકૃતાંગ સૂત્ર બીજું અંગ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ અધ્યયન છે, તેત્રીસ ઉદ્દેશનકાલ છે, તેત્રીસ સમુન્દેશનકાલ છે, તેનું પદ પરિમાણ છત્રીસ હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર છે, અનંત ગમ અને અનંત પર્યાય છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ ગ્રથિત, નિકાચિત એટલે હેતુ ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર – તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
–
આ અંગનું અધ્યયન કરી તેમાં અધ્યેતા તરૂપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ-મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત છે.
વિવેચન :
સૂત્રકાર આ સૂત્રમાં સૂત્રકૃતાંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપે છે. 'સૂર્ય' સૂવાના ધાતુથી 'સૂત્રકૃતાંગ' શબ્દ બને છે. એનો આશય એ છે કે જે સમસ્ત જીવાદિ પદાર્થનો બોધ કરાવે છે તેને સૂચકૃત્ કહેવાય, અથવા સૂચનાત્સૂત્રમ્ જે મોહનિદ્રામાં સુપ્ત હોય અથવા પથભ્રષ્ટ પ્રાણીઓને જગાડીને સન્માર્ગે ચડાવે, તેને સૂત્રકૃત કહેવાય. જેવી રીતે વીખરાયેલા મોતીને દોરામાં પરોવીને એકત્રિત કરવામાં આવે છે, એ જ રીતે જેના દ્વારા વિવિધ વિષયોને તેમજ મત-મતાંતરોની માન્યતાઓને ક્રમબદ્ધ કરવામાં આવે, તેને પણ સૂત્રકૃત્ કહે છે. સૂત્રકૃતાંગસૂત્રમાં વિભિન્ન વિચારકોના મતોનું દિગ્દર્શન કરાવ્યું છે.
સૂત્રકૃતાંગસૂત્રમાં લોક, અલોક તથા લોકાલોકના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શુદ્ધ જીવ પરમાત્મા છે, શુદ્ધ અજીવ જડ પદાર્થ છે અને સંસારી જીવ શરીરથી યુક્ત હોવાના કારણે જીવાજીવ કહેવાય છે. કોઈ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડતા નથી અને બીજાના સ્વરૂપને અપનાવતા પણ નથી. એ જ દ્રવ્યનું દ્રવ્યત્વ છે.
જિનભાષિત સિદ્ધાંતોને સ્વસમય કહે છે, અન્યતીર્થિઓ દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતને પરસમય કહે