________________
૨૬૬
શ્રી સમવાયાંગ સૂત્ર
છે અને બન્નેના સિદ્ધાંતોને સ્વસમય-પરસમય કહે છે. જો કે પોતપોતાની કલ્પનાઓ અનુસાર તત્ત્વોનું નિરૂપણ કરનારા મત મતાંતર અગણિત છે, તો પણ તેને સ્થૂલ રૂપથી ચાર વર્ગોમાં વિભાજિત કર્યા છે, આ પ્રમાણે છે :- ૧. ક્રિયાવાદી ૨. અક્રિયાવાદી ૩. અજ્ઞાનવાદી અને વિનયવાદી. તેના ૩૩ ભેદ આ પ્રમાણે થાય છે.
તે
:
ક્રિયાવાદી – ક્રિયાવાદીઓ જ્ઞાનની ઉપેક્ષા કરીને એકાંતે ક્રિયાને જ સ્વીકારે છે. તેમના મતાનુસાર ક્રિયા જ પ્રધાન છે. ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિશુદ્ધ અને નિર્મળ ચિત્તથી કરેલી ક્રિયા મોક્ષ સાધનાનું અંગ છે અને મલિન ચિત્તથી થયેલી ક્રિયા કર્મબંધનું કારણ છે. તેઓના મતે આ જીવ છે, તેવું જ્ઞાન હોય, જીવને મારવાનો સંકલ્પ હોય અને કાયા દ્વારા મારવાની ક્રિયા થાય અને જીવ મરી જાય, તો જ કર્મબંધ થાય છે. આ રીતે કર્મનો બંધ અને મોક્ષ ક્રિયાથી જ થાય છે.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે થાય છે– કાલ, સ્વાભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાય છે. તે પાંચ સ્વાત્મામાં કાર્યશીલ છે અને તે જ પાંચ પર આત્મામાં સ્વની અપેક્ષાએ કાર્યશીલ નથી, પરંતુ તે પરદ્રવ્યની અપેક્ષાએ કાર્યશીલ છે. આમ સ્વ પરના ભેદથી ૫ X ૨ = ૧૦ ભેદ થાય છે. તે દશે ભેદ શાત પણ છે અને અશાત પણ છે. તેથી ૧૦૪ ૨ = ૨૦ ભેદ થાય છે. આ વીસે ભેદને નવ તત્ત્વ પર ઘટિત કરતા ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય છે, યથા—
(૧) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય સ્વની અપેક્ષાએ શાશ્વતપણે કાર્યશીલ છે. (૨) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય સ્વની અપેક્ષાએ અશાશ્વતપણે કાર્યશીલ છે. (૩) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય પરની અપેક્ષાએ શાશ્વતપણે કાર્યશીલ છે. (૪) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય પરની અપેક્ષાએ અશાશ્વતપણે કાર્યશીલ છે.
આ રીતે જીવ તત્ત્વના કાલ નામના સમવાયના સંયોગે ચાર ભંગ થયા. તે જ રીતે પાંચે સમવાયના સંયોગે ચાર-ચાર ભંગ થતાં ૪ ૪ ૫ - ૨૦ ભંગ થાય. જીવ તત્ત્વના વીસ ભંગ થયા. તે જ રીતે નવે તત્ત્વના વીસ–વીસ ભંગ થતાં ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય છે.
અક્રિયાવાદી – ક્રિયાને નહીં સ્વીકારનારા. તેઓના મતાનુસાર જ્ઞાન જ પ્રકાશ કરનાર છે. તેનાથી જ ભાવોની શુદ્ધિ થાય છે અને ભાવ શુદ્ધિ જ કલ્યાણનો માર્ગ છે, માટે બાલ ક્રિયાઓ આવશ્યક નથી.
બીજી અપેક્ષાએ સાંખ્યમતાનુયાયીઓ અક્રિયાવાદી છે. તેઓના મતાનુસાર આત્મા સ્વયં કોઈ ક્રિયા કરતો નથી, બીજા પાસે કરાવતો પણ નથી. આત્મા કોઈ પણ ક્રિયાનો કર્તા નથી. આત્મા અક્રિય છે. અક્રિયાવાદના ૮૪ ભેદ આ પ્રમાણે છે– જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ સાત તત્ત્વો સ્વ અપેક્ષાએ સત્ સ્વરૂપ છે અને પર અપેક્ષાએ અસત્ સ્વરૂપ છે અર્થાત્ નથી. તેથી ૭ × ૨ = ૧૪ ભેદ છે. આ ચૌદે ભેદને કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાય તથા યદચ્છા આ છ બોલથી ગુણતાં ૧૪ x ૬ = ૮૪ ભેદ થાય.
અક્રિયાવાદીઓની વિવિધ વિચારણાઓ પ્રદર્શિત થાય છે, યથા¬
(૧) પ્રવાવી :- કોઈ વિચારકનો મત છે કે વિશ્વમાં જડ પદાર્થ સિવાય અન્ય કંઈ છે જ નહીં. માત્ર જડ