________________
**
કામ કરે છે. ખરા અર્થમાં આ બધા શાસ્ત્રો અરિહંત જ છે. અરિહંત ભગવાન અત્યારે પ્રત્યક્ષ નથી પરંતુ આ શાસ્ત્ર ભગવાન સાક્ષાત અરિહંત છે.
સમવાયાંગ શાસ્ત્ર આ પ્રકારે ફક્ત ગણના માટે જ નથી પરંતુ સાધનાનું એક રહસ્યમય અંગ છે. આ નામમાં આવેલો ‘સમવાય’ શબ્દ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સમભાવનો બોધ કરાવે છે. સમભાવ એ જૈનધર્મનો મુખ્ય સિધ્ધાંત છે.જૈનધર્મ, આ નામને બદલે કોઇપણ બીજો શબ્દ પર્યાય મૂકવાનું કહે તો ‘સમભાવ ધર્મ’ મૂકી શકાય. કોઇને કોઇ રીતે સમભાવ તરફ વળવું, સમભાવે નિરીક્ષણ કરવું, સમતાને કેળવવી, સમસ્થિતિમાં ચાલ્યા જવું, તે જૈન સાધનાનું પ્રધાન લક્ષ છે, એકમાત્ર લક્ષ છે. આ આપણું પવિત્ર સમવાયશાસ્ત્ર સમસ્થિતિમાં તમારા મનને લાવીને મૂકે, પદાર્થોની અંદર રહેલી સમાનતાના તમને દર્શન કરાવે અને પદાર્થો ભિન્ન હોવા છતાં કેટકેટલી જગ્યાએ સમાનતા ધરાવે છે તેનું દર્શન કરાવી તેમને પણ સમતાના સમુદ્રમાં સ્નાન કરાવે છે. “ધન્ય છે આ નામના દ્યોતક એવા મહાપુરુષને અને તેથી પણ વધારે તે ધન્ય આત્માઓ છે, જે આ વીરવાણીનું સંપાદન કરી લોકભાષામાં બાળજીવો પણ તેનો બોધ કરી શકે એ રીતે જ્ઞાનતપ કરી સમવાયાંગ આદિ શાસ્ત્રનું સંપાદન કરી રહ્યા છે.
કહેતા હર્ષ થાય છે કે આ સંપાદન કરનારા કોઇ અન્ય વ્યકિત નથી પણ આપણા જ સંપ્રદાયના, અમારા પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવનારા અને કઠોર તપશ્ચર્યા સાથે શાસ્ત્ર સ્વાધ્યાય કરતાં, કરાવતા એવા લીલમબાઇ મહાસતીજી. તેઓ એકલા નહીં તેમના શિષ્યા રત્ના વિદુષી સાધ્વીજી આરતીબાઇ સ્વામી તથા સુબોધિકાબાઇ સ્વામી, જેઓએ આ શાસ્ત્રનું સંપાદન કર્યુ છે. તે બધાં વિશેષ રૂપે ધન્યતાને પાત્ર છે. પરંતુ સમયનો કેવો ઉપકાર ! કે ઘણા આમુખ લખ્યા પરંતુ આ આમુખ લખતી વખતે જેમને અમે ધન્યતા સાથે આર્શીવાદ આપવા માંગીએ છીએ તે દિવ્યમૂર્તિ સતીજીઓ આજે અમારી સામે જ ઉપસ્થિત છે અને નમ્રભાવે આરાધના કરી રહ્યા છે. આ આમુખ લખાવતાં રોમ – રોમ હર્ષનો ઉદ્ભવ થઇ રહ્યો છે અને સૂક્ષ્મ વિષયો સંબંધી જે કાંઇ ઝરણું પ્રવાહિત થાય છે તેમાં પણ તેઓ ઉપકારી હોય, તેવો મનમાં આહ્લાદભાવ જન્મે છે. સમવાય સૂત્રનો આટલો ટૂંકો આમુખ લખી અભ્યાસીને વધારે ઊંડાઇમાં ન લઇ જતા તેને સ્વયં તેમાં ડૂબકી મારી શાસ્ત્રરૂપી આ રત્નાકરમાંથી રત્નો મેળવવા પ્રેરણા આપીએ છીએ.
AB
26
- જયંતમુનિ પેટરબાર.