________________
**
જુઓ, આમાં ઇન્દ્રિયો સ્વતંત્ર છે અને તેના વિષયો સ્વતંત્ર છે છતાં બંનેમાં જે પ્રાકૃતિક નિયમ છે તે અદ્ભુત છે. આ એક સાધારણ દ્દષ્ટાંત છે પરંતુ સમસંખ્યાવાળા બે તત્ત્વોમાં જે કાંઇ રહસ્ય છે તે સાધકે સ્વયં શોધી લેવાનું છે. શાસ્ત્રકારનો પણ આ જ ઉદ્દેશ છે કે સમાન સંખ્યાવાળા પદાર્થોમાં જે સામાન્ય ગુણનું દર્શન છે તેનું સંશોધન કરી સામાન્ય તથા વિશેષ ધર્મનું ગણિત કરી વિવિધ પ્રકારના નયથી જ્ઞાન મેળવવું જોઇએ અને સાધકે પણ યોગસાધના કે ધ્યાન સાધનાથી તેમાં સ્થિર થઇ આ સમસંખ્યાવાળા પદાર્થોને નિહાળવાથી તે પદાર્થો સ્વયં રહસ્ય બતાવશે અર્થાત તેનું રહસ્ય પ્રગટ થશે. તેમાંથી એક અદ્ભુત સિધ્ધાંતનો આવિષ્કાર પણ થશે અર્થાત્ વિકલ્પ છોડીને શાંત ભાવે પદાર્થનું નિરીક્ષણ કે દિગ્દર્શન કરવાથી તે પદાર્થો સ્વયં પોતાના રહસ્યોનું ઉદ્ઘાટન કરશે અને કરે છે. આ દ્દષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો સમવાયાંગ શાસ્ત્ર કે એવા કોઇપણ સાંખ્યિક શાસ્ત્ર ઘણાં જ મહત્વપૂર્ણ છે.
આ સમવાયાંગશાસ્ત્ર એક પ્રકારે વિશ્વ પદાર્થોનો કોષ છે. વિશ્વ સ્વયં પદાર્થનો એક ભંડાર છે. તે ભંડારમાં બધી વસ્તુઓ ગોઠવીને રાખવામાં ન આવે તો કોઇપણ વસ્તુ હાથ લાગતી નથી. આ કાંઇ જેવો તેવો નાનો ભંડાર નથી. સમગ્ર લોકને આવરી લે, તેવો ભંડાર છે. ભંડારમાં રહેલાં સ્થૂળ - સૂક્ષ્મ, ગુણાત્મક કે ભાવાત્મક કે ક્રિયાત્મક પદાર્થોને નંબર આપી શાસ્ત્રકારોએ એક અદ્ભુત રીતે વિશ્વ દર્શન કરાવ્યું છે અને વિશ્વયાત્રામાં કયા કયા પદાર્થો કેટલી સંખ્યામાં લઇને પોતાના કેન્દ્રમાં કામ કરી રહ્યા છે, તેનો અભાસ આપ્યો છે. સાધારણ બુધ્ધિવાળાને એમ લાગે કે સમાન સંખ્યાવાળા પદાર્થોને એક પંક્તિમાં બોલવા, તે ખાસ નવીન વાત નથી, જાણે તેને અંક ગણના જેવું લાગે છે પરંતુ શાસ્ત્ર પ્રત્યે શ્રધ્ધાવાન વ્યક્તિ કે સાધક અનંતજ્ઞાનીઓનો વિશેષ ઉપકારને માનીને સમવાયાંગ સૂત્રના આધારે જો વિષયયાત્રા કરે તો બહુ સહેલાઇથી સમગ્ર વિશ્વ પોતાના દિલ દિમાગમાં અંકિત થાય તેટલું જ નહીં પરંતુ રાગ – દ્વેષથી મુક્ત થઇ બધાં દ્રવ્યોને પોતાની પંક્તિમાં સ્વતંત્રરૂપે ક્રિયાશીલ નિહાળી વિશ્વ પોતાની જગ્યાએ વ્યવસ્થિત કામ કરી રહ્યું છે અને સ્વયં આ ગણિત તો સાક્ષી માત્ર છે તેવું આનંદનું મોજું પણ અનુભવે છે.
શાસ્ત્ર માત્ર સાધનાના અંગો છે. તે ફક્ત ભણવા પૂરતા જ સીમિત નથી પરંતુ પદાર્થ પ્રત્યે જકડાયેલા કે બંધાયેલા મહત્ ભાવોને છૂટા પાડી શાસ્ત્ર એક આધ્યાત્મિક શાસ્ત્રનું
AB
25