________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સૌભાગ્યથી સમવાયાંગ ગણિતાનુયોગ શાસ્ત્ર પર લખવા માટે જે પ્રેરણા મળી છે તે વરકૃપાનું પરિણામ છે. સ્વાધ્યાય, ચિંતન-મનન, એ શાસ્ત્રનું પ્રધાન લક્ષ્ય હોય છે અને આ લક્ષ્યની સિદ્ધિ માટે શાસ્ત્રકારોએ અવનવી રીતથી શાસ્ત્ર પ્રરૂપણા કરી છે.
જૈન શાસ્ત્રોમાં વિશ્વ સાહિત્યથી સર્વથા નિરાલી એવી એક પધ્ધતિનું અવલંબન કરવામાં આવ્યું છે અને વિશ્વના જડ-ચેતન, સૂક્ષ્મ કે સ્કૂલ બધાં પર્યાયોનું ગણિત ક્રમશઃ એક ગણના કોષ્ટકમાં મૂકવામાં આવ્યું છે. આ નિરાલી પધ્ધતિમાં કોઇપણ પ્રકારના વિષયની એકરૂપતા નથી પરંતુ ગણિતની સમસંખ્યાનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઇપણ વિધાનનો ચોથો પાયો પૂર્તિ કરનારો હોય છે. આ સમવાયાંગ શાસ્ત્ર પણ ચતુર્થ અંગશાસ્ત્ર છે. આથી અભ્યાસીને સહજ તેનું મહત્ત્વ દષ્ટિગોચર થશે.
संख्यायाम् समत्वेत आपात्यन्ते तत्त्वानि पदार्थाश्च ।
અર્થાત્ સંખ્યામાં સમાનતાવાળા જે તત્ત્વો અને પદાર્થો છે, તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેને “સમવાય’ શબ્દથી સંગ્રહિત કર્યા હોય તેમ અનુમાન કરી શકાય છે. આ પ્રમાણે અર્થ કરવાથી શાસ્ત્રનું નામ સાર્થક બને છે. સંખ્યાની સમાનતાનું શું મહત્વ હોય શકે ? તે એક વિચારણીય પ્રશ્ન છે. હકીકતમાં એક સંખ્યાને છોડીને બાકી બધી સંખ્યા કાલ્પનિક કે બૌદ્ધિક છે. બુદ્ધિનું આ એક ગૂઢ રહસ્ય છે. પદાર્થ પોતે સ્વયં પોતાના અર્થમાં એક જ છે. हर्शनशाखोमा एकत्त्वमेव शाश्वतं सत्यं द्वित्वं इत्यादि सर्वे अंकाः संख्या:काल्पनिकाः किं વા વોદ્ધિ: | ' અર્થાત્ દર્શનશાસ્ત્રોમાં એક સંખ્યાને જ સત્ સંખ્યા માની છે અને તે શાશ્વત છે. એકથી અધિક બે ત્રણ ઇત્યાદિ અધિક સંખ્યાઓ બુદ્ધિગત રહસ્ય છે, કલ્પનાને આધારે છે છતાં પણ આ બધી સંખ્યાઓનું ગણિત કે ગણના તત્ત્વજ્ઞાનમાં કે બીજી કોઇપણ વિદ્યાઓમાં એટલું ઉપકારી છે કે તેનો લોપ કરી શકાય તેમ નથી.
સંખ્યા બાબતમાં આટલું કહ્યા પછી સંખ્યાની સમાનતા પદાર્થના ગુણધર્મો સાથે ઘટિત થતી હોય છે, જેમ કે ઇન્દ્રિયો પાંચ છે અને પાંચ તેના વિષયો છે.