________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૪
પરિણામોની શુદ્ધિની વિભિન્નતા. દરેક આત્મગુણના પજ્જવા અનંત હોય છે. જુદા જુદા આત્માઓના ગુણ પર્યવ પરસ્પર અનંતગુણા તફાવતવાળા હોય છે. શરીર સંબંધી પર્યાયો એક ભવમાં સંખ્યાત કે અસંખ્યાત જ થાય છે. અનંત પર્યાયો એક ભવમાં થતા નથી માટે અહીં શરીર સંબંધી પર્યાયો સમજવી નહીં પરંતુ જ્ઞાનીના શ્રુતજ્ઞાનના પર્યવો—પજ્જવોનું કથન છે, એમ સમજવું જોઈએ.
ત્રસ અને સ્થાવર ઃ– દરેક સૂત્રમાં પરિમિત ત્રસ જીવોની તથા અનંત સ્થાવર જીવોની અપેક્ષા હોય છે અર્થાત્ દરેક ત્રસ સ્થાવર જીવોની રક્ષાના કે દયા–અનુકંપાના અને હિતના ભાવો સર્વ સૂત્રોમાં હોય જ છે. અનંત નહીં પરંતુ અસંખ્ય છે તેને જ અહીં પરિમિત કહ્યા છે.
શાશ્વતકૃત :– ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિત્ય છે. ઘટ-પટાદિ પદાર્થો પ્રયોગજન્ય છે. સંધ્યાકાલીન લાલિમા આદિ વિસસા(સ્વભાવ) હોય છે. સૂત્રમાં શાશ્વત અશાશ્વત બંને ભાવો હોય છે. નિર્યુક્તિ, હેતુ, ઉદાહરણ, લક્ષણ આદિ અનેક પદ્ધતિઓ વડે તે પદાર્થનો નિર્ણય કરાય છે.
આચારાંગ સૂત્ર અંગની અધિકાંશ રચના ગધાત્મક છે. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક પદ્ય આવે છે. અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ સમજવા માટે આ રચના મહત્વપૂર્ણ છે. સાતમા અધ્યયનનું નામ મહાપરિક્ષા છે પરંતુ કાળ–દોષના કારણે તેનો પાઠ વિચ્છિન્ન થઈ ગયો છે. ઉપધાન નામના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરની તપસ્યાનું બહુ જ મોટી સંખ્યામાં માર્મિક વર્ણન છે. ત્યાં તેઓને લાઢ, વજ્રભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કરતાં કરતાં વિવિધ પ્રકારના ભયંકર ઉપસર્ગ સહન કર્યા, તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પહેલા શ્રુતસ્કંધના ૯ અધ્યયન છે અને ૪૪ ઉદ્દેશક છે. બીજો શ્રુતસ્કંધ ૧૬ અધ્યયનોમાં વિભાજિત છે. તેના ૩૪ ઉદ્દેશક છે. બીજા શ્રુતસ્કંધમાં શ્રમણો માટે નિર્દોષ ભિક્ષાનું, આહાર પાણીની શુદ્ધિનું, શય્યા, સંસ્તરણ, વિહાર, ચાતુર્માસ, ભાષા, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોનું વર્ણન છે. મહાવ્રત અને તેની પચ્ચીસ ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારપૂર્વક છે તથા મહાવીર સ્વામીના જન્મથી લઈને દીક્ષા, કેવળજ્ઞાન અને ઉપદેશ આદિનું સવિસ્તૃત વર્ણન છે.
સૂત્રકૃતાંગ સૂત્ર
३ से किं तं सूयगडे ? सूयगडे णं ससमया सूइज्जति, परसमया सूइज्जति, ससमयपरसमया सूइज्जंति, जीवा सूइज्जति, अजीवा सूइज्जति, जीवाजीवा सूइज्जंति, लोगे सूइज्जइ, अलोगे सूइज्जइ लोगालोगे सूइज्जइ ।
सूयगडे णं जीवाजीव पुण्ण पावासव संवर णिज्जरण बंध मोक्खावसाणा पयत्था सूइज्जति । समणाणं अचिरकालपव्वइयाणं कुसमयमोह-मोहमइ-मोहियाणं संदेहजायसहजबुद्धि परिणामसंसइयाणं पावकर-मलिणमइ- गुणविसोहणत्थं असीअस्स किरियावाइयसयस्स, चउरासीए अकिरियवाईणं, सत्तट्ठीए अण्णाणियवाईणं, बत्तीसाए वेणइयवाईणं