________________
શ્રી સમવાયાંગ સૂત્ર
=
અનુયોગદ્વાર :– અનુયોગ એટલે સૂત્રનો અર્થ પરમાર્થ પ્રદર્શિત કરવો. શિષ્યોને વિવિધ ઉપાયો, વાક્યો, યુક્તિઓ દ્વારા સૂત્રાર્થ સમજાવવો, તે અનુયોગ અને તે સમજાવવાની પદ્ધતિ, આલંબન કે માધ્યમને અનુયોગદ્વાર કહે છે. તેના ચાર દ્વાર છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. એ ચાર દ્વારોના માધ્યમથી સૂત્રના શબ્દોના અર્થ ઘટિત કરવામાં આવે છે. અનુયોગદ્વારનો આશ્રય લેવાથી શાસ્ત્રનો મર્મ સારી રીતે અને યથાર્થરૂપે સમજાય છે. સંપૂર્ણ સૂત્રમાં સંખ્યાતા પદ એવા હોય છે, જેનું ચાર અનુયોગદ્વારોથી(ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયથી) વિશ્લેષણ કરવામાં આવે છે, માટે સંખ્યાતા અનુયોગદ્વાર થઈ જાય છે.
૨૨
વેઢ :– કોઈ એક વિષયને પ્રતિપાદન કરનારા જેટલા વાક્ય છે, તે વેષ્ટક એટલે આલાપક કહેવાય છે.
=
એક વિષયનું પ્રતિપાદન કરનારા શબ્દ સંકલનને વેઢ(વેષ્ટક) કહે છે. તે પણ સંખ્યાત જ છે.
શ્લોક :– આઠ અક્ષરનું એક ચરણ(પદ) અને તેવા ચાર ચરણવાળા અનુષ્ટુપ છંદને શ્લોક કહે છે. એક શ્લોકમાં બત્રીસ અક્ષરની ગણતરી કરાય છે. આ સૂત્ર સંખ્યાત શ્લોક પરિમાણ છે.
નિર્યુક્તિ
:– નિશ્ચયપૂર્વક અથવા શબ્દના નિરુક્ત–વ્યુત્પત્તિપૂર્વક અર્થને પ્રતિપાદન કરનારી યુક્તિને નિર્યુક્તિ કહેવાય છે. એવી નિર્યુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્રમાં શબ્દ સંખ્યાત હોય છે, તેથી તેના નિરુક્ત અર્થને બતાવનારી નિર્યુક્તિઓ પણ સંખ્યાતી જ હોય છે.
પ્રતિપત્તિ ઃ– જેમાં દ્રવ્ય આદિ પદાર્થોની વિભિન્ન માન્યતાઓનો કે વિકલ્પોનો ઉલ્લેખ હોય તેને પ્રતિપત્તિ કહેવાય છે, તે પણ સંખ્યાત છે.
સંગ્રહણીઓ:– સૂત્રગત વિષયને સંક્ષિપ્તમાં સૂચન કરનારી ગાથાઓ સંગ્રહણીઓ કહેવાય છે. સૂત્રમાં તે પણ સંખ્યાત છે.
=
ઉદ્દેશનકાળ ઃ– અંગસૂત્ર આદિનું પઠન પાઠન કરવું. શાસ્ત્રીય નિયમ પ્રમાણે કોઈ પણ શાસ્ત્રનું શિક્ષણ ગુરુની આજ્ઞાથી કરી શકાય. શિષ્યના પૂછવા પર ગુરુ જ્યારે કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવાની આજ્ઞા આપે અથવા પહેલીવાર તે સૂત્રના મૂળ અને અર્થની સંક્ષેપમાં વાચના આપે, ઉચ્ચારણ કરાવે તેને ઉદ્દેશન કહેવાય છે. એક સૂત્રના એવા સંખ્યાતા ઉદ્દેશનકાળ થાય છે. જેટલી વારમાં તે સૂત્ર પૂર્ણ કરવામાં આવે, તે સંખ્યાને ઉદ્દેશનકાળ કહેવાય છે.
સમુદ્દેશનકાળ : ઃ– ઉદ્દેશ કરાયેલા સૂત્રને ફરીથી પરિપક્વ અને શુદ્ધ કરાવવામાં આવે, વિશેષ પરમાર્થ સમજાવવામાં આવે, તેને સમુદ્દેશ કહેવાય છે. તે પણ જેટલીવારમાં કે જેટલા દિવસોમાં પૂર્ણ કરાય તેને સમુદ્દેશનકાળ કહેવાય છે. તે પણ દરેક સૂત્રના સંખ્યાત જ હોય છે.
ગમ ઃ- ગમ અર્થાત્ અર્થ કાઢવાના માર્ગ, સૂત્રના ભાવો, આશય સમજવો, તેને ગમ કહેવાય છે. તે દરેક સૂત્રના અનંત હોય છે.
પદ્મવા :- જેમ ચારિત્રના અનંત પજ્જવા–પર્યવ(પર્યાય) હોય છે તેમજ શ્રુતજ્ઞાન રૂપ શાસ્ત્રજ્ઞાનના અનંત પર્યવ(પર્યાય)પજ્જવા હોય છે. અહીં પર્યવ(પર્યાય)એટલે તે ગુણની આરાધનાની તારતમ્યતા,