________________
દ્વાદશાંગ ગણિપિટક
[ ૨૧ |
શ્રુતસ્કંધમાં અધ્યયનો છે અને અધ્યયનોમાં પણ ઉદ્દેશક છે.
આચરણને જ બીજા શબ્દોમાં આચાર કહેવાય છે અથવા પૂર્વ પુરુષોએ જ્ઞાનાદિની આસેવન વિધિનું જે આચરણ કર્યું છે અથવા કહ્યું છે, તે આચાર કહેવાય છે. આચારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને આચારાંગસૂત્ર કહેવાય છે. આચારાંગસૂત્રમાં પાંચ પ્રકારના આચારનું કથન છે. જ્ઞાનાચારક- યથાર્થ જ્ઞાનની આરાધના જ્ઞાનાચાર છે, જ્ઞાન આરાધનાના આઠ ભેદ છે- કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ધવણ, વ્યંજન, અર્થ અને તદુભય. દર્શનાચારઃ- સમ્યગુદષ્ટિ, શ્રદ્ધાની પુષ્ટતાના ઉપાયો, દર્શનાચાર છે, તે સમ્યકત્વને દઢ બનાવે છે. દર્શનાચારના પણ આઠ ભેદ છે, યથા-નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિરીકરણ, અને વાત્સલ્ય અને પ્રભાવના.
ચારિત્રાચાર:- અણુવ્રત તથા મહાવ્રત એ ચારિત્રાચાર છે. એ બન્નેનું પાલન કરવાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે તેમજ આત્મા ઊર્ધ્વગામી બને છે. ચારિત્રના બે ભેદ છે– (૧) પ્રવૃત્તિ (૨) નિવૃત્તિ. મોક્ષાર્થીએ યત્નાપૂર્વક આવશ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ. એવી પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. અનાવશ્યક પ્રવૃત્તિઓ ન કરવી કે મન, વચન કાયાની પ્રવૃત્તિઓને ઘટાડવી, તે ગુપ્તિ છે. તપાચાર – કષાયાદિને કૃશ કરવા માટે અને રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાયો વડે શરીર, ઈન્દ્રિય અને મનને તપાવવામાં આવે અથવા ઈચ્છાઓ પર અંકુશ રાખવામાં આવે, તે તપ કહેવાય છે. તપ વડે જીવનમાં અસત્ પ્રવૃત્તિઓ સત્ પ્રવૃત્તિઓ રૂપે પરિવર્તન પામે છે. તપ વડે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય છે અને આત્મા મોક્ષ મંજિલે પહોંચી જાય છે.
તપ નિર્જરાનો પ્રકાર છે છતાં સંવરનો પણ હેતુ છે તેમજ મુક્તિનો પ્રદાતા છે. તેના બે ભેદ છેબાહ્યતપ અને આધ્યેતરતપ. બન્નેના છ–છ પ્રકાર છે.
વીર્યાચાર :- વીર્ય શક્તિને વીર્યાચાર કહેવાય છે. પોતાની શક્તિ અથવા બળને શુભ અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત કરવા, તે વીર્યાચાર કહેવાય. તેના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે
(૧) પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રમાદ રહિત થઈને યથાશક્ય પ્રયત્ન કરવો.
(૨) જ્ઞાનાચારના આઠ અને દર્શનાચારના આઠ ભેદ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ ચારિત્રાચારના આઠ ભેદ તથા તપના બાર ભેદને સારી રીતે સમજીને એ છત્રીસ પ્રકારના શુભ અનુષ્ઠાનોમાં યથાસંભવ પોતાની શક્તિને પ્રયુક્ત કરવી. (૩) પોતાની ઈન્દ્રિયોની તથા મનની શક્તિનો મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં સામર્થ્ય પ્રમાણે ઉપયોગ કરવો. વાચના:- સંખ્યાત વાચનાઓ છે. આચાર્ય આગમસૂત્ર કે સૂત્રના અર્થ શિષ્યને આપે, પ્રારંભથી અંત સુધી શિષ્યને જેટલીવાર શાસ્ત્રનો નવો પાઠ આપે કે વંચાવે, તે વાચના કહેવાય છે.