________________
[ ૨૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
अणंता थावरा सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति पण्णविज्जति परूविज्जति दंसिज्जति णिदंसिज्जति उवदसिज्जति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरुवणया आघविज्जति पण्णविजंति परूविज्जति दंसिज्जति णिदंसिज्जति उवदंसिज्जंति से त्तं आयारे ।।१।। ભાવાર્થ – પ્રશ્ન – આચારાંગ સૂત્રમાં શું છે? તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર – આચારાંગ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોના આચાર, ગોચર, વિનય, વૈયિક (વિનયફલ) સ્થાન, ગમન, ચંક્રમણ, પ્રમાણ, યોગ પ્રયોજન, ભાષા સમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભક્ત, પાન, ઉદ્ગમ, ઉત્પાદન, એષણા વિશુદ્ધિ, શુદ્ધ ગ્રહણ, અશુદ્ધ ગ્રહણ, વ્રત, નિયમ, તપ અને ઉપધાન, આ દરેકનું સુપ્રશસ્ત કથન છે.
આચારના સંક્ષેપથી પાંચ પ્રકાર છે, જેમ કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. આચારાંગસૂત્રની પરિમિત સૂત્રાર્થ પ્રદાનરૂપ વાચનાઓ છે, તેમાં શબ્દોની વ્યાખ્યા કરવાના ઉપક્રમ આદિ સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટક- એક વિષયને વર્ણવતા પાઠના આલાપક છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિર્યુક્તિઓ – શબ્દોની વ્યુત્પત્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ અર્થાત વિકલ્પો માન્યતાઓ વર્ણિત છે.
અંગસૂત્રમાં આચારાંગસૂત્ર પ્રથમ અંગ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ અધ્યયન છે, પંચાસી ઉદ્દેશન કાલ છે, પંચાસી સમુદ્રેશનકાલ છે. પદ ગણનાની અપેક્ષાએ તેમાં અઢાર હજાર પદ એટલે શબ્દો છે, સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ હોય છે, તેને જાણવા રૂપ ભાવો તેને જાણવાના આશય અનંત છે. અનંત જ્ઞાન પર્યવ તેમાં નિહિત છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલે હેતુ ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે. દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોત્તર – તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન- ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ–મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે,વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવેલ છે.
વિવેચન :
આ અંગમાં શ્રમણના સંયમની આચારવિધિઓનું વર્ણન છે. તેના બે શ્રુતસ્કંધ છે. તે બન્ને