________________
૨૫૪ |
શ્રી સમવાયાંગ સૂત્ર
પાણી T૨૦૦૦Iી ભાવાર્થ :- મહાપ અને મહાપુંડરીક દ્રહ બે બે હજાર યોજન લાંબા છે. १६ इमीसे णं रयणप्पभाए पुढवीए वइरकंडस्स उवरिल्लाओ चरिमंताओ लोहियक्खकंडस्स हेट्ठिल्ले चरिमंते एस णं तिण्णि जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते ।।३०००।।
ભાવાર્થ :- આ રત્નપ્રભાપુથ્વીના વજકાંડના ઉપરી ચરમાંત ભાગથી લોહીતાક્ષ કાંડના નીચલા ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર ત્રણ હજાર યોજન છે.
વિવેચન :
વજકાંડ બીજો અને લોહીતાક્ષ કાંડ ચોથો છે અને પ્રત્યેક કાંડ એક એક હજાર યોજન જાડા છે, તેથી બીજા કાંડના ઉપરિમ ભાગથી ચોથા કાંડનો અધસ્તન ભાગ ત્રણ હજાર યોજના અંતરવાળો થાય છે. १७ तिगिच्छ-केसरिदहा य चत्तारि-चत्तारि जोयणसहस्साई आयामेणं पण्णत्ता ।। ४०००।। ભાવાર્થ :- તિગિચ્છ અને કેસરી દ્રહ ચાર ચાર હજાર યોજન લાંબા છે. १८ धरणितले मंदरस्स णं पव्वयस्स बहुमज्झदेसभाए रुयगणाभीओ चउदिसिं पंच-पंच जोयणसहस्साई अबाहाए अंतरे मंदरपव्वए पण्णत्ते ।।५०००।।
ભાવાર્થ :- ધરણીતલ પર મંદર પર્વતની બરાબર વચ્ચે(મધ્યમાં) રુચકનાભિથી ચારે ય દિશાઓમાં મંદરપર્વતના કિનારા પાંચ પાંચ હજાર યોજનાના અંતરવાળા છે.
વિવેચન :
સમભૂમિ ભાગ પર દશ હજાર યોજનાના વિસ્તારવાળા મંદરપર્વતના મધ્યભાગમાં આઠ રુચક પ્રદેશ અવસ્થિત છે. તેની ચારે તરફ પાંચ પાંચ હજાર યોજન સુધી મંદર પર્વતની સીમા છે, તેથી તેનો પ્રસ્તુત સૂત્રમાં ઉલ્લેખ છે.
१९ सहस्सारे णं कप्पे छ विमाणावाससहस्सा पण्णत्ता । ।।६०००।।
ભાવાર્થ :- સહસાર કલ્પમાં છ હજાર વિમાનાવાસ છે.