________________
અનેકોરિકા વૃદ્ધિ સમવાય
| २५५ ।
२० इमीसे णं रयणप्पभाए पुढवीए रयणस्स कंडस्स उवरिल्लाओ चरिमंताओ पुलगस्स कंडस्स हेट्ठिले चरिमंते एस णं सत्त जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते ।।७०००।।
ભાવાર્થ :- રત્નપ્રભાપૃથ્વીના રત્નકાંડના ઉપરી ચરમાંત ભાગથી પુલકકાંડના નીચલા ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર સાત હજાર યોજન છે.
विवेयन :
રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ પહેલો છે અને પુલકકાંડ સાતમો છે. પ્રત્યેકકાંડ એક એક હજાર યોજના જાડા છે તેથી પ્રથમ કાંડના ઉપરી ભાગથી સાતમા કાંડના અધોભાગનું સાત હજાર યોજનાનું અંતર થઈ જાય છે. २१ हरिवास-रम्मया णं वासा अट्ठ अट्ठ जोयणसहस्साई साइरेगाई वित्थरेण पण्णत्ता ।।८०००।। ભાવાર્થ – બધા હરિવર્ષ અને વર્ષ આઠ આઠ હજાર યોજનથી કંઈક અધિક વિસ્તારવાળા છે. २२ दाहिणभरहस्स णं जीवा पाईण-पडीणायया दुहओ समुदं पुट्ठा णव जोयणसहस्साई आयामेणं पण्णत्ता । अजियस्स णं अरहओ साइरेगाइं णव ओहिणाणी सहस्साई होत्था ।।९०००।। ભાવાર્થ :- પૂર્વ અને પશ્ચિમમાં સમુદ્રને સ્પર્શ કરનાર દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની જીવા નવ હજાર યોજન લાંબી છે. અજિતનાથ અરિહંતના સંઘમાં નવ હજારથી કંઈક અધિક અવધિજ્ઞાની હતા. [અવધિજ્ઞાનીનું આ સૂત્ર પ્રતોમાં આઠ લાખની સંખ્યાવાળા સૂત્ર પછી મળે છે પરંતુ સમવાયના ક્રમાનુસાર તે અહીં જ उपयुत छ.] २३ मंदरे णं पव्वए धरणितले दस जोयणसहस्साई विक्खंभेणं पण्णत्ते ।।१००००।।
ભાવાર્થ :- મંદર પર્વત ધરણીતલ પર દશ હજાર યોજન વિસ્તારવાળો છે. २४ जम्बूदीवे णं दीवे एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं पण्णत्ते ।।१०००००।।