________________
અનેકોરિકા વૃદ્ધિ સમવાય
૨૫૩ ]
ભાવાર્થ :- બધાં ગ્રેવેયક વિમાન દશસો દશસો (૧૦૦૦) યોજન ઊંચા છે.
બધા યમક પર્વત દશમો- દશસો અર્થાત હજાર હજાર યોજન ઊંચા છે અને તે દશમો દશસો (૧000)ગાઉ ઊંડા છે, તે મૂળમાં દશમો દશમો (૧000)યોજન આયામ વિખંભવાળા છે. તે રીતે ચિત્ર વિચિત્ર કૂટ પણ જાણવા જોઈએ.
બધા વત્તવૈતાઢય પર્વત દશસો- દશસો અર્થાત હજાર હજાર યોજન ઊંચા છે, હજાર હજાર ગાઉ ઊંડા છે, મૂળમાં હજાર હજાર યોજન વિખંભવાળા છે અને તેનો આકાર ઉપર નીચે ચારે તરફ પત્યેક સમાન છે
વક્ષસ્કાર પર્વતોના અન્ય કૂટોને છોડીને બધા હરિ અને હરિસ્સહ ફૂટ દલસો, દશસો (૧૦00) યોજન ઊંચા છે અને મૂળમાં દશમો યોજન વિખંભવાળા (પહોળા) છે. તે રીતે નંદનવનના અન્ય કૂટોને છોડીને દરેક બલકૂટ દશસો (૧૦૦૦)યોજન વિસ્તારવાળા છે.
અરિષ્ટનેમિ અરિહંત એક હજાર વર્ષનું સમગ્ર આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા વાવસર્વ દુઃખોથી રહિત થયા.પાર્શ્વનાથ અરિહંતના એક હજાર કેવળી (જિન) હતા. પાર્શ્વનાથ અરિહંતના દશ સો (૧૦૦૦)અંતેવાસી (શિષ્યો) કાળ કરી સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
પદ્મદ્રહ અને પંડરીકદ્રહ દશો– દશસો અર્થાત એક એક હજાર યોજન લાંબા છે.
વિવેચન :
નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં સીતા મહાનદીના બન્ને કિનારા પર ઉત્તરકુરુક્ષેત્રમાં યમક નામના બે પર્વત છે. એવી રીતે દેવકુમાં સીતાદા નદીના બન્ને કિનારા પર નિષધ પર્વતની ઉત્તરમાં ચિત્ર-વિચિત્ર નામના બે પર્વતો છે. અઢી દ્વીપમાં પાંચ પાંચ સીતા અને સીસોદા નદીઓ છે. તેથી તેને દશ દશ યમક વગેરે પર્વતોનો નિર્દેશ પ્રસ્તુત સૂત્રમાં છે. તે બધા એક એક હજાર યોજન ઊંચા અને એક એક હજાર ગાઉ ભૂમિમાં ઊંડા અને ગોળાકાર હોવાથી ચારે તરફ એક એક હજાર યોજન આયામ વિખંભવાળા અર્થાતુ પહોળા છે.
१४ अणुत्तरोववाइयाणं देवाणं विमाणा एक्कारस जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता । पासस्स णं अरहओ इक्कारस सयाई वेउव्वियाणं હોસ્થિT I૨૧૦૦ના ભાવાર્થ – અનુત્તરોપપાતિક દેવોનાં વિમાન અગિયારસો (૧૧00) યોજન ઊંચાં છે. પાર્શ્વનાથ અરિહંતના સંઘમાં અગિયારસો વૈક્રિય લબ્ધિથી સંપન્ન સાધુ હતા. १५ महापउम-महापुंडरीयदहा य दो-दो जोयणसहस्साई आयामेणं