________________
અનેકોરિકા વૃદ્ધિ સમવાય
| ૨૫૧ |
ભાવાર્થ :- મહાશુક્ર અને સહસાર એ બે કલ્પના વિમાન આઠસો યોજન ઊંચાં છે. આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યવર્તી આઠસો યોજનમાં વાણવ્યંતર દેવોના ભૌમેયક વિહાર છે.
શ્રમણ ભગવાન મહાવીરની કલ્યાણમય ગતિ અને સ્થિતિવાળા તથા ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરનારા અનુત્તરોપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આઠસોની હતી.
આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી આઠસો યોજનની ઊંચાઈ પર સૂર્ય પરિભ્રમણ કરે છે. અરિષ્ટનેમિ અરિહંતની ઉત્કૃષ્ટ વાદી સંપદા આઠસો હતી. તે વાદીઓ દેવ, મનુષ્ય અને અસુર લોકમાં થનારા કોઈ પણ વાદમાં અપરાજિત હતા. વિવેચન :
વનોમાં વૃક્ષાદિ તથા પર્વતની ગુફા, નદીઓના આંતરાદિ સ્થાનોમાં રહેતાં હોવાથી વ્યંતરોને વાન' વ્યંતર કહે છે તથા તેના વિહાર-નગર અથવા આવાસ સ્થાન ભૂમિ નિર્મિત છે, તેથી તે 'ભૌમેયક' કહેવાય છે. રત્નપ્રભાપૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાંથી ઉપર અને નીચે ૧૦૦-૧00 યોજન છોડીને મધ્યના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોના નિવાસસ્થાન છે. १२ आणय-पाणय-आरण-अच्चुएसु कप्पेसु विमाणा णव णव जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता ।
णिसढकूडस्स णं उवरिल्लाओ सिहरतलाओ णिसढस्स वासहरपव्वयस्स समे धरणितले एस णं णव जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । एवं णीलवंतकूडस्स वि । विमलवाहणे णं कुलगरे णव धणुसयाई उड्डे उच्चत्तेणं હોલ્યા
इमीसे णं रयणप्पभाए बहुसमरमणिज्जाओ भूमिभागाओ णवहिं जोयणसएहिं सव्वुवरिमे तारारुवे चारं चरइ ।
णिसढस्स णं वासहरपव्वयस्स उवरिल्लाओ सिहरतलाओ इमीसे णं रयणप्पभाए पुढवीए पढमस्स कंडस्स बहुमज्झदेसभाए एस णं णव जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । एवं णीलवंतस्स वि ।।९००।। ભાવાર્થ -આણત, પ્રાણત, આરણ અને અય્યત આ ચાર કલ્પના વિમાનો નવસો નવસો યોજન ઊંચાં છે.
નિષધકુટના ઉપરિમ શિખરતલથી નિષધ વર્ષધર પર્વતના સમધરણીતલનું મધ્યવર્તી અંતર નવસો યોજનનું છે. તે રીતે નીલવંતકૂટનું પણ ભૂમિતળથી અંતર જાણવું. વિમલવાહન કુલકર નવસો ધનુષ ઊંચા હતા.