________________
અનેકોરિકા વૃદ્ધિ સમવાય
૨૪૯ |
પાંચસો યોજન ઊંચા અને પાંચસો પાંચસો કોસ ઊંડા છે. બધા વર્ષધર કટ પાંચસો પાંચસો યોજન ઊંચા અને મૂળમાં પાંચસો પાંચસો યોજન વિખંભવાળા (પહોળાઈવાળા) છે.
કૌશલિક ઋષભ અરિહંત પાંચસો ધનુષ ઊંચા હતા. ચાતુરંત ચક્રવર્તી ભરતરાજા પાંચસો ધનુષ ઊંચા હતા.
સૌમનસ, ગંધમાદન, વિધુતપ્રભ અને માલ્યવંત, એ ચારે ય વક્ષસ્કાર પર્વત (ગજદંત વસંસ્કાર પર્વતો) મંદર પર્વતની પાસે પાંચસો પાંચસો યોજન ઊંચા અને પાંચસો પાંચસો કોસ ઊંડા છે. હરિ અને હરિસ્સહ કૂટને છોડીને વક્ષસ્કાર પર્વતોના શેષ સર્વ કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા અને મૂળમાં પાંચસો પાંચસો યોજન આયામ-વિખંભવાળા છે. બલકૂટને છોડીને નંદનવનના દરેક કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા અને મૂળમાં પાંચસો પાંચસો યોજન આયામ વિખંભવાળા છે.
સૌધર્મ અને ઈશાન કલ્પમાં બધાં વિમાન પાંચસો પાંચસો યોજન ઊંચા છે. | ९ | सणंकुमार-माहिंदेसु कप्पेसु विमाणा छजोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता । चुल्लहिमवंतकूडस्स उवरिल्लाओ चरमंताओ चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स समधरणितले एस णं छजोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते। एवं सिहरीकूडस्स वि ।
पासस्स णं अरहओ छ सया वाईणं सदेवमणुयासुरे लोए वाए अपराजिआणं उक्कोसिया वाइसंपया होत्था । अभिचंदे णं कुलगरे छ धणुसयाइं उड्ढे उच्चत्तेणं होत्था । वासुपुज्जे णं अरहा छहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ।।६००।। ભાવાર્થ :- સનસ્કુમાર અને માહેન્દ્ર કલ્પના વિમાનો છસ્સો યોજન ઊંચાં છે. ચુલ્લહિમવંત કૂટના ઉપરિમ ચરમાંતથી ચુલહિમવંત વર્ષધર પર્વતના સમધરણીતલનું મધ્યવર્તી અંતર છસ્સો યોજન છે. તે રીતે શિખરીફૂટનું અને શિખરી પર્વતના ધરણીતલનું અંતર પણ જાણવું.
પાર્શ્વનાથ અરિહંતની ઉત્કૃષ્ટ વાદી સંપદા છસ્સો હતી. તે વાદીઓ દેવ, મનુષ્ય અને અસુર લોકમાં થનારા કોઈ પણ વાદમાં અપરાજિત હતા. અભિચંદ્ર કુલકર છસ્સો ધનુષ ઊંચા હતા. વાસુપૂજય અરિહંત છસ્સો પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા.
વિવેચન :
સમભૂમિતલથી ચુલ્લહિમવંત અને શિખરી વર્ષધર પર્વત સો સો યોજન ઊંચા છે અને તેના કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા છે. તે બંને મળીને છસ્સો છસ્સો યોજનાનું અંતર સિદ્ધ થાય છે.