________________
[ ૨૪૬]
શ્રી સમવાયાંગ સૂત્ર
• અનેકોરિકા વૃદ્ધિ સમવાય | ZEEZEzzzzzzz
પરિચય :
પ્રસ્તુતમાં દોઢસોમા સમવાયથી કોટાકોટિ સાગરોપમ પર્વતના સમવાયનું વર્ણન છે. પૂર્વે એકથી સો સુધી ક્રમશઃ એક એક સંખ્યાની વૃદ્ધિથી ક્રમશઃ કથન હતું, તેથી તે એકોત્તરિકા વૃદ્ધિ હતી. પ્રસ્તુતમાં અનેકોતરિકવૃદ્ધિ છે. યથા પહેલા ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૩૫૦, ૪૦૦, ૪૨૦, ૫૦૦, ૫૫૦, સંખ્યક વિષયોનું વર્ણન છે, ત્યાર પછી ૬૦૦,૭૦૦,૮૦૦,૯૦૦,૧૦૦૦, ૧૧00 સંખ્યક વિષયનું વર્ણન, ત્યાર પછી ૨૦૦૦,૩૦૦૦ થી ક્રમશઃ દસલાખ કરોડ અને કોટાકોટિ સંખ્યક વિષયોનું વર્ણન છે. દોઢસોથી કોટાકોટિ સુધી :| १ चंदप्पभे णं अरहा दिवई धणुसयं उड्व उच्चत्तेणं होत्था । आरण कप्पे दिवड्ड विमाणावाससय पण्णत्त । एवं अच्चुए वि ।।१५०।। ભાવાર્થ – ચંદ્રપ્રભ અરિહંત દોઢસો ધનુષ ઊંચા હતા. આરણ કલ્પના દોઢસો વિમાનાવાસ છે. અશ્રુત કલ્પના પણ દોઢસો (૧૫૦) વિમાનાવાસ છે. | २ सुपासे णं अरहा दो धणुसया उड्डे उच्चत्तेणं होत्था । सव्वे वि णं महाहिमवंत-रुप्पी वासहरपव्वया दो दो जोयणसयाई उठं उच्चत्तेणं पण्णत्ता। दो दो गाउयसयाई उव्वेहेणं पण्णत्ता । जंबुद्दीवे णं दीवे दो कंचणपव्वयसया પણ તા ૨૦૦ગા. ભાવાર્થ – સુપાર્થ અરિહંત બસ્સો ધનુષ ઊંચા હતા. બધા મહાહિમવંત અને રુક્ષ્મી વર્ષધરપર્વતો બસ્સો બસ્સો યોજન ઊંચા છે અને બસ્સો બસ્સો ગાઉ ઊંડા છે. આ જંબુદ્વીપમાં બસ્સો કાંચનક પર્વત છે. | ३ | पउमप्पभे णं अरहा अड्डाइज्जाई धणुसयाई उड् उच्चत्तेणं होत्था । असुरकुमाराणं देवाणं पासायवडिंसगा अड्डाइज्जाइ जोयणसयाई उड्ढे उच्चत्तेण પUપત્તા ર૫૦ગા.
ભાવાર્થ :- પદ્મપ્રભ અરિહંત અઢીસો ધનુષ ઊંચા હતા. અસુરકુમાર દેવોના પ્રાસાદાવતંસક અઢીસો યોજન ઊંચા છે.