________________
એકાણથી એક સો સમવાય
૨૪૫ ]
सव्वेवि णं चुल्लहिमवंत-सिहरीवासहरपव्वया एगमेगं जोयणसयं उड्डे उच्चत्तेणं पण्णत्ता, एगमेगं गाउयसयं उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं कंचणगपव्वया एग मेगं जोयणसयं उड् उच्चत्तेणं पण्णत्ता, एगमेगं गाउयसयं उव्वेहेणं पण्णत्ता, एगमेगं जोयणसयं मूले विक्खंभेणं पण्णत्ता ।
ભાવાર્થ :- બધા દીર્ઘ વૈતાઢય પર્વત એક એક સો કોસ(ગાઉ) ઊંચા છે. બધા ચુલ્લહિમવંત અને શિખરી વર્ષધર પર્વત એક એક સો યોજન ઊંચા છે તથા આ દરેક વર્ષધર પર્વત સો સો કોસ(ગાઉ) ભૂમિમાં અવગાહવાળા અર્થાત્ ઊંડા છે. બધા કાંચનક પર્વત એક એક સો યોજન ઊંચા છે, સો સો કોસ ભૂમિમાં અવગાહવાળા છે અને મૂળમાં એક એક સો યોજન વિખંભવાળા છે.
સમવાય-૯૧ થી ૧૦૦ સંપૂર્ણ