SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૪ ] શ્રી સમવાયાંગ સૂત્ર વિવેચન : રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ ખરકાંડના સોળ કાંડમાં અંજનકાંડ દસમો છે. તેનો અધસ્તન ભાગ અહીંથી દશ હજાર યોજન દૂર છે. પ્રથમ રત્નકાંડના પ્રથમ એકસો યોજન પછી વ્યંતર દેવોનાં નગર છે. તે એકસોને, દશ હજારમાંથી ઘટાડતા (૧૦,૦૦૦ - ૧૦૦ = ૯૯૦૦) નવ્વાણું સો (૯૯૦૦) યોજનનું અંતર થાય છે. એકસોટું સમવાય - |१९ दसदसमिया णं भिक्खुपडिमा एगेणं राइदियसएणं अद्धछडेहिं भिक्खासएहिं अहासुत्तं जाव आराहिया भवइ । ભાવાર્થ :- દશ દશમિકા ભિક્ષપ્રતિમા એકસો રાત દિવસમાં સાડા પાંચસો ભિક્ષા દત્તિઓથી સૂત્રાનુસાર પાવતુ આરાધિત થાય છે. વિવેચન : આ ભિક્ષ પ્રતિમાની આરાધના દશ દશ દિવસના દશ દશક અર્થાત્ સો દિવસમાં થાય છે. પૂર્વોકત ભિક્ષ પ્રતિમાઓની જેમ આ પ્રતિમાની આરાધનામાં પણ પ્રથમ દસ દિવસથી લઈને દસમા દશક સુધી એક એક ભિક્ષાદત્તિ અધિક ગ્રહણ કરાય છે.બધી ભિક્ષાદત્તિઓની સંખ્યા પાંચ સો પચાસ (૫૫૦)થાય જાય છે. (૧૦+૨૦+૩૦+૪૦+૫૦+50+૭૦+૮૦+૯૦+૧૦૦ = ૫૫૦) શેષ આરાધના વિધિ પહેલાંની પ્રતિમાઓની સમાન જ હોય છે. |२० सयभिसयाणक्खत्ते एक्कसयतारे पण्णत्ते । सुविही पुप्फदंते णं अरहा एगं धणुसयं उड्डे उच्चत्तेणं होत्था । पासे णं अरहा पुरिसादाणीए एक्कं वाससयं सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । एवं थेरे अज्जसुहम्मे वि । ભાવાર્થ – શતભિષક નક્ષત્રના એક સો તારા છે. સુવિધિનાથ–પુષ્પદંત અરિહંત એક સો ધનુષ્ય ઊંચા હતા. પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંત એક સો વર્ષનું સમગ્ર આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખોથી રહિત થયા. તે જ રીતે સ્થવિર આર્ય સુધર્માસ્વામી પણ સો વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા. २१ सव्वे विणं दीहवेयड्डपव्वया एगमेगं गाउयसयं उड्डे उच्चत्तेणं पण्णत्ता।
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy