________________
એકાણુંથી એક સો સમવાય
[ ૨૪૩]
ચરમાનનું મધ્યવર્તી અંતર પણ નવાણુંસો (૯૯૦૦) યોજન છે. |१७ पढमे सूरियमंडले णवणउई जोयणसहस्साइं साइरेगाई आयामविक्खंभेणं पण्णत्ते । दोच्चे सूरियमंडले णवणउई जोयणसहस्साइ साहियाइ आयामविक्खंभेणं पण्णत्ते । तइयसूरियमंडले णवणउइं जोयणसहस्साई साहियाई आयामविक्खंभेणं पण्णत्ते । ભાવાર્થ – સૂર્યનું પ્રથમ મંડલ આયામ વિખંભની અપેક્ષાએ કંઈક અધિક નવ્વાણું હજાર યોજન છે. બીજું સુર્ય મંડલ પણ આયામ વિખંભની અપેક્ષાએ કંઈક અધિક નવ્વાણું હજાર યોજન છે. ત્રીજું સૂર્ય મંડલ પણ આયામ વિખંભની અપેક્ષાએ કંઈક અધિક નવ્વાણું હજાર યોજન છે. વિવેચન :
સૂર્ય જે આકાશ માર્ગથી મેરુ પર્વતની ચારે તરફ પરિભ્રમણ કરે છે, તે માર્ગને સૂર્યમંડલ કહે છે. જ્યારે તે સર્વ આત્યંતર મંડલ પર પરિભ્રમણ કરે છે, ત્યારે તે મંડલની ગોળાકાર રૂપમાં લંબાઈ પહોળાઈનવ્વાણું હજાર છસ્સો ચાલીસ યોજન (૯૯૬૪૦) હોય છે. જ્યારે સૂર્ય બીજા મંડલ પર પરિભ્રમણ કરે છે ત્યારે તેની લંબાઈ પહોળાઈ નવ્વાણું હજાર છસ્સો પિસ્તાલીસ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ પ્રમાણ (૯૯૬૪૫– ૩૫/૧ યોજન) હોય છે. પ્રથમ મંડલથી આ મંડલના પાંચ યોજન અને એકસઠીયા પાંત્રીસ ભાગની વૃદ્ધિ થાય છે. એક મંડલથી બીજા મંડલનું અંતર બે બે યોજનનું છે તથા સૂર્યના વિમાનનો વિખંભ એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ પ્રમાણ છે, તેથી (૨-૪૮/૧) ના બમણા કરી દેવા પર (૨-૪૮/૧ ૪ ૨ = ૫– ૩૫/૧) પાંચ યોજન અને એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ પ્રમાણ વૃદ્ધિ પ્રથમ મંડલથી બીજા મંડલની સિદ્ધ થઈ જાય છે. એવી રીતે બીજા મંડલના વિખંભમાં પ– ૩૫/૬૧ ને ઉમેરતાં (૯૯૬૪૫-૩૫/૬૧ + ૫- ૩૫/૬૧ = ૯૯૫૧- ૯/૬૧) નવ્વાણું હજાર છસો એકાવન યોજન અને એક યોજનના એકસઠ ભાગમાંથી નવ ભાગ પ્રમાણ વિખંભ ત્રીજા મંડલનો થાય છે. નવ્વાણું હજારથી ઉપર જે સંખ્યા પ્રથમ મંડલમાં ૬૪૦ યોજનની, બીજા મંડલમાં ૬૪૫ ૩૫/૬૧ યોજનાની અને ત્રીજા મંડલમાં ૫૧- ૯/૬૧ યોજન વધારે છે, તેને સૂત્રમાં સાતિરેકઅને 'સાધિક પદથી સૂચિત કરી છે.
१८ इमीसे णं रयणप्पभाए पुढवीए अंजणस्स कंडस्स हेट्ठिल्लाओ चरिमंताओ वाणमंतरभोमेज्जविहाराणं उवरिल्ले चरिमते एस णं णवणउई जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના અંજનકાંડના અધસ્તન ચરમાત્ત ભાગથી વાણવ્યંતરદેવોના ભૌમેયક દેવોના વિહારોના ઉપરિમ ચરમાંત ભાગનું મધ્યવર્તી અંતર નવ્વાણું સો (૯૯૦૦) યોજન છે.