________________
૨૪૨
શ્રી સમવાયાંગ સૂત્ર
વિવેચન :
સૂર્ય એક એક મંડલ પર પરિભ્રમણ કરીને બીજા મંડળ પર પરિભ્રમણ કરે, ત્યારે મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ (૨/૧ મુહૂર્ત) પ્રમાણ દિવસની વૃદ્ધિ અને રાત્રિની હાનિ(ઘટ) થાય છે, તેથી ઓગણપચાસમાં મંડલમાં સૂર્ય સંચાર કરે ત્યારે મુહૂર્તના (૪૯×૨ =) એકસઠીયા અઠ્ઠાણું ભાગની વૃદ્ધિ અને હાનિ(ઘટ) સિદ્ધ થાય છે. સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ સંચાર કરે કે દક્ષિણથી ઉત્તર તરફ સંચાર કરે, પરંતુ ઓગણપચાસમા મંડલ પર પરિભ્રમણના સમયે દિવસ અથવા રાત્રિના ઉક્ત કથન અનુસાર વૃદ્ધિ અથવા હાનિ(ઘટ) થાય છે.
१५ रेवई - पढमजेट्ठापज्जवसाणाणं एगूणवीसाए णक्खत्ताणं अट्ठाणउइ ताराओ तारग्गे णं पण्णत्ताओ ।
ભાવાર્થ : – રેવતી નક્ષત્રથી લઈને જ્યેષ્ઠા નક્ષત્ર સુધીનાં ઓગણીસ નક્ષત્રોના કુલ મળીને અઠ્ઠાણું તારાઓ છે.
વિવેચન :
રેવતી નક્ષત્રના બત્રીસ તારા, અશ્વિનીના ત્રણ તારા, ભરણીના ત્રણ તારા, કૃતિકાના છ તારા, રોહિણીના પાંચ તારા, મૃગશિરના ત્રણ તારા, આદ્રાનો એક તારો, પુનર્વસુના પાંચ તારા, પુષ્યના ત્રણ તારા, અશ્લેષાના છ તારા, મઘાના સાત તારા, પૂર્વાફાલ્ગુનીના બે તારા, ઉત્તરાફાલ્ગુનીના બે તારા, હસ્તના પાંચ તારા, ચિત્રાનો એક તારો, સ્વાતિનો એક તારો, વિશાખાના પાંચ તારા, અનુરાધાના પાંચ તારા અને જ્યેષ્ઠાના નક્ષત્ર ત્રણ તારા છે. એ ઓગણીસે ય નક્ષત્રોના તારાઓનો સરવાળો કરતાં અઠ્ઠાણું સંખ્યા થાય
છે.
(૩૨+૩+૩+૬+૫+૩+૧+૫+૩++૭+૨+૨+૫+૧+૧+૫+૫+૩ = ૯૮). પ્રસ્તુત આગમના ચોથા સમવાયમાં અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે, પરંતુ ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પાંચ તારા કહ્યા છે. આ સૂત્રમાં ૯૮ સંખ્યા અનુરાધાનક્ષત્રના પાંચ તારા લેવાથી પૂર્ણ થાય છે.
નવ્વાણુંમું સમવાય ઃ
१६ मंदरे णं पव्व णवणउई जोयणसस्साइं उड्डुं उच्चत्तेणं पण्णत्ते । णंदणवणस्स णं पुरच्छिमिल्लाओ चरिमंताओ पच्चच्छिमिल्ले चरिमंते एस णं णवणउई जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते । एवं दाहिणिल्लाओ चरिमंताओ उत्तरिल्ले चरिमंते एस णं णवणउइं जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :- મંદર પર્વત નવ્વાણું હજાર યોજન ઊંચો છે. નંદનવનના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું મધ્યવર્તી અંતર નવ્વાણુંસો (૯૯૦૦) યોજન છે. એવી રીતે નંદનવનના દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી