________________
એકાણથી એક સૌ સમવાય
૨૪૧ |
દિશાઓમાં અવસ્થિત કુટ પણ પાંચ પાંચસો યોજન ઊંચા છે. તેથી બન્ને મળીને નંદનવનની એક હજાર યોજન ઊંચાઈ થઈ જાય છે. પંડકવન મેરુ પર્વતના શિખરી તલ ભાગ ઉપર છે. મેરુની ઊંચાઈ સમભૂમિ ભાગથી નવ્વાણું હજાર યોજન છે, તેમાંથી ઉક્ત એક હજારને ઘટાડતા અટ્ટાણું હજાર યોજનાનું અંતર થઈ જાય છે. १३ मंदरस्स णं पव्वयस्स पच्चच्छिमिल्लाओ चरिमंताओ गोथूभस्स आवासपव्वयस्स पुरिच्छिमिल्ले चरिमंते एस णं अट्ठाणउइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । एवं चउदिसि पि। ભાવાર્થ :– મંદર પર્વતના પશ્ચિમી ચરમાન્ત ભાગથી ગોસ્તૃભ આવાસ પર્વતની પૂર્વી ચરમાન્ત ભાગનું મધ્યવર્તી અંતર અટ્ટાણું હજાર(૯૮,000) યોજન છે. આવી રીતે ચારે ય દિશાઓમાં અવસ્થિત આવાસ પર્વતોનું અંતર છે.
વિવેચન :
સત્તાણુમા સમવાયના સૂત્રમાં કથિત અંતરમાં ગોખૂભ આવાસ પર્વતના એક હજાર યોજન વિધ્વંભને – પહોળાઈને ઉમેરતાં અઠાણું હજાર(૯૮,૦૦૦) યોજનનું અંતર થાય છે. १४ दाहिणड्डभरहस्स णं धणुपिढे अट्ठाणउई जोयणसयाई किंचूणाई आयामेणं पण्णत्ते ।
___ उत्तराओ कट्ठाओ सूरिए पढम छम्मासं अयमाणे एगूणपण्णासइमे मंडलगए अट्ठाणउई एकसट्ठिभागे मुहुत्तस्स दिवसखेत्तस्स णिवुड्ढेत्ता रयणिखेत्तस्स अभिणिवट्टित्ता णं सूरिए चारं चरइ । दक्खिणाओ णं कट्ठाओ सूरिए दोच्चं छम्मासं अयमाणे एगूणपण्णासइमे मंडलगते अट्ठाणउई ए कसट्ठिभाए मुहुत्तस्स रयणिखित्तस्स णिवुड्ढेत्ता दिवसखेत्तस्स अभिणिवतॄत्ता णं सूरिए चारं चरइ । ભાવાર્થ :- દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ધનુ:પૃષ્ઠ કંઈક ન્યૂન અટ્ટાણું સો (૯૮૦૦) યોજનનું છે.
ઉત્તરાયણગત (ઉત્તરાયણને પૂર્ણ કરતો) સૂર્ય-વર્ષના પહેલાં છ મહિનામાં દક્ષિણ તરફ જતાં ઓગણપચાસમા મંડલ ઉપર આવીને મુહૂર્તના એકસઠીયા અઠ્ઠાણું ભાગ દિવસ ક્ષેત્રને ઘટાડીને અને રાત્રિ ક્ષેત્ર (રાત)ને વધારીને સંચાર કરે છે. એવી રીતે દક્ષિણાયનગત (દક્ષિણાયનને પૂર્ણ કરતો) સૂર્ય બીજા છ મહિનામાં ઉત્તર તરફ જતાં ઓગણપચાસમા મંડલ ઉપર આવીને મુહૂર્તના એકસઠીયા અઠ્ઠાણું ભાગ રાત્રિ ક્ષેત્રને ઘટાડીને અને દિવસ ક્ષેત્રને વધારીને સંચાર કરે છે.