________________
| ૨૭૬ |
શ્રી સમવાયાંગ સૂત્ર
ન લેવા સંબંધી એક) આચારાંગ સૂત્ર બીજા શ્રુતસ્કંધગત ૩૭ પ્રતિમા. ઠાણાંગ સૂત્ર સ્થાન–ર ગત બાર પ્રતિમા અને સ્થાન ૭, ૮, ૯, ૧૦ ગત એક એક, એમ સોળ પ્રતિમા અને વ્યવહાર સૂત્રગત ચાર પ્રતિમા આ રીતે ૫ + ૩૭ + ૧૬+ ૪ = ૨ ભેદ શ્રુત સમાધિ પ્રતિમાના થાય છે.
ચારિત્ર સમાધિ પ્રતિમાના પાંચ ભેદ – સામાયિકાદિ પાંચ ચારિત્ર ૬૨ + ૫ = ૬૭ ભેદ સમાધિ પ્રતિમાના છે. જો કે આ બધી પ્રતિમાઓ ચારિત્રાત્મક છે પણ વિશિષ્ટ કૃતવાનને જ તે હોય છે, તેથી શ્રતની પ્રધાનતાએ તેની ગણના શ્રુત સમાધિમાં કરી છે. ૨. ઉપધાન પ્રતિમા – ઉપધાનનો અર્થ છે તપસ્યા. પોતાના બલવીર્ય અનુસાર શ્રાવકોની દર્શનપ્રતિમા આદિ અગિયાર અને સાધુઓની માસિક પ્રતિમા આદિ બાર પ્રતિમાઓની સાધનાને ઉપધાન પ્રતિમા કહે છે. કુલ ૨૩ ભેદ છે. ૩. વિવેક પ્રતિમા :- આત્મા અને અનાત્મા બંને ભિન્ન છે, તેવું સ્વ–પરનું ભેદ જ્ઞાન કરવું. મારો આત્મા જ્ઞાન, દર્શન સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયો મારાથી ભિન્ન છે, તેવું ચિંતનકરવાથી પદાર્થો પ્રતિ ઉદાસીન, ભાવ પ્રગટે છે. હેય-ઉપાદેયનો વિવેક પ્રગટે છે, તે વિવેક પ્રતિમા છે. ૪. પ્રતિસલીનતા પ્રતિમા :- મન, વચન, કાયાને અને ઈન્દ્રિયોને આત્મા ભાવમાં ગોપવવા, તે પ્રતિસલીનતા પ્રતિમા છે. ૫. એકાકી વિહાર પ્રતિમાનો સામાવેશ ભિક્ષુપ્રતિમામાં થઈ જાય છે.
પ્રતિમાના ૯૨ પ્રકાર
સમાધિ પ્રતિમા
ઉપધાન પ્રતિમા વિવેક પ્રતિમા
પ્રતિસલીનતા પ્રતિમા
શ્રુત પ્રતિમા ચારિત્ર પ્રતિમા ઉપાસક પ્રતિમા ભિક્ષુ પ્રતિમા દ૨ ૫ ૧૧ ૧૨
[૨+૫+૧૧+૧૨+૧+૧=૯૨ પ્રતિમા].
| ५ थेरे णं इंदभूई बाणउई वासाई सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्प हीणे ।
मंदरस्स णं पव्वयस्स बहुमज्झदेसभागाओ गोथूभस्स आवासपव्वयस्स पच्चत्थिमिल्ले चरमंते एस णं बाणउइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते एवं चउण्हं पि आवासपव्वयाणं ।