________________
એકાણથી એક સૌ સમવાય
| ૨૩૫ |
ભાવાર્થ - કુંથુ અરિહંતના સંઘમાં એકાણું સો (૧૦૦) નિયત ક્ષેત્રનો વિષય કરનાર અર્થાત્ જાણનાર અવધિજ્ઞાની હતા. આયુષ્ય અને ગોત્ર કર્મને છોડીને શેષ છ કર્મની પ્રકૃતિઓની ઉત્તર પ્રવૃતિઓ એકાણું -(૧+૯+++૮+૪૨+૫ = ૯૧). છે.
વિવેચન :
મદદ – આધોવધિ, મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થનું સાક્ષાત્ આત્માથી જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહે છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન, પરમ અવધિજ્ઞાન છે અને તેનાથી કંઈક ન્યૂન હોય તો તે આધોવધિ કહેવાય છે. તે ચારે ગતિના જીવોને હોય શકે છે.
પરમાવવિજ્ઞાન - સંપૂર્ણલોકમાં રહેલા રૂપી દ્રવ્યો તથા અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડોને જાણવાનું સામર્થ્ય જે જ્ઞાનમાં હોય, તે પરમાવધિજ્ઞાન છે. તે અપ્રતિપાતિ અને ઉત્કૃષ્ટ કોટિનું અવધિજ્ઞાન છે, તે મનુષ્યને જ થાય છે.
બાણુમું સમવાય :| ४ बाणउइं पडिमाओ पण्णत्ताओ । ભાવાર્થ –પ્રતિમાઓ બાણું છે.
વિવેચન :
પ્રસ્તૃત સૂત્રમાં ૯૨ પ્રકારની ડિમા- પ્રતિમાનો ઉલ્લેખ છે. પ્રતિમા :- પ્રતિમ મwદ વિરોષ : વિશેષ પ્રકારે અભિગ્રહને ધારણ કરવા, વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાના સ્વીકારને પ્રતિમા (પડિયા) કહે છે.
આગમમાં ભિન્ન ભિન્ન પ્રકારે પ્રતિમાઓનું વર્ણન છે. તે સર્વને ભેદ-પ્રભેદ રૂપે ગ્રહણ કરી નિર્યુક્તિકારે દશાશ્રુતસ્કંધની નિયુકિતમાં પ્રતિમાના ૯૨ પ્રકાર કર્યા છે.
સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા, પ્રતિસલીનતા પ્રતિમા અને એકાકી વિહાર પ્રતિમા, એમ મૂળ પાંચ પ્રતિમા ગ્રહણકરી તેના ૯૨ પ્રભેદ બતાવ્યા છે. આ પાંચમાંથી સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેકનો ઉલ્લેખ ઠાણાંગ સૂત્ર સ્થાન-રમાં છે. ૧. સમાધિ પડિમા:- અપ્રશસ્ત ભાવોને દૂર કરી શ્રુતાભ્યાસ અને સદાચરણથી પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ કરવી, તેના બે ભેદ છે– શ્રુત સમાધિ અને ચારિત્ર સમાધિ. શ્રુત સમાધિના ડર ભેદ છે, યથાઆચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ અધ્ય. ૮ ગત પાંચ પ્રતિજ્ઞા. (ત્રણ, બે, એક વસ્ત્ર ધારણ કરવા સંબંધી ત્રણ, અચલક રહેવા સંબંધી અને સાધર્મિક સાધુને આહાર લાવી દેવા અને તેનાદ્વારા લાવેલા આહાર લેવા