________________
૨૩૪ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
(૫) સ્થવિર (૬) કુલ (૭) ગણ (૮) સંઘ (૯) સાંભોગિક (૧૦) આચારવાન (૧૧) વિશિષ્ટ મતિજ્ઞાની (૧૨) શ્રુતજ્ઞાની (૧૩) અવધિજ્ઞાની (૧૪) મન:પર્યવજ્ઞાની (૧૫) કેવલજ્ઞાની. આ પંદર વિશિષ્ટ મહાપુરુષોની (૧) આશાતના ન કરવી (૨) ભક્તિ કરવી (૩) બહુમાન કરવું અને (૪) વર્ણવાદગુણગાન કરવા. આ ચાર કર્તવ્યો ઉપરોકત પંદર પદવીધારીમહાપુરુષો સાથે કરવાથી (૧૫૪૪ = 0) સાઠ ભેદ થાય.
ઔપચારિક વિનય ના ૭ પ્રકાર :- (૧) અભ્યાસન :- વૈયાવત્ય યોગ્ય ગરુ આદિની પાસે બેસવું. (૨) છંદાનુવર્તન:- તેમના અભિપ્રાય અનુસાર કાર્ય કરવું. (૩) કૃત પ્રતિકૃતિ – પ્રસન્ન થયેલા આચાર્ય મને સૂત્રબોધ આપશે, તે ભાવથી તેમને આહારાદિ દેવા.(૪) કારિત નિમિત્તકરણ :– શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થવાથી ભણાવનારનો વિશેષરૂપે વિનય કરવો. (૫) દુઃખથી પીડાતાજીવોને શોધવા અથવા તેના દુઃખોને સમજવા.(s) દેશકાળને જાણીને તેની અનુકૂળ સેવા કરવી. (૭) રોગીને પોતાના સ્વાથ્યની અનુકૂળ અનુમતિ-આજ્ઞા આપવી.
આચાર્યાદિની વૈયાવચ્ચના ચૌદ પ્રકારઃ- પાંચ પ્રકારના આચારોનું આચરણ કરાવનાર પાંચ પ્રકારના આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને અન્ય સમનોજ્ઞ-સારા સાધુ, તેની વૈયાવચ્ચ કરવાથી વૈયાવચ્ચના ૧૪ ભેદ થાય છે.
એ રીતે શુશ્રુષા વિનયના ૧૦ ભેદ, તીર્થકરાદિના અનાશાતનાદિ % ભેદ, ઔપચારિક વિનયના સાત ભેદ અને આચાર્ય આદિની વૈયાવચ્ચના ૧૪ ભેદ, સર્વ મળીને (૧૦+૧+૭+૧૪ = ૯૧) એકાણું ભેદ થાય છે. | २ कालोए णं समुद्दे एकाणउई जोयणसयसहस्साइं साहियाइं परिक्खेवेणं પાળજે.
ભાવાર્થ – કાલોદ સમુદ્ર પરિક્ષેપ (પરિધિ)ની અપેક્ષાએ કંઈક અધિક એકાણું લાખ યોજન છે. વિવેચન :
જંબૂઢીપ એક લાખ યોજન વિસ્તૃત છે. લવણ સમુદ્ર બે લાખ યોજન, ધાતકીખંડ ચાર લાખ યોજન અને કાલોદ સમુદ્ર આઠ લાખ યોજનવિસ્તૃત છે. તેની વિખંભ સૂચિ (૧+૨+૨+૪+૪+૮+૮)=૨૯ લાખ યોજન થાય છે. આટલી વિખંભ સૂચિવાળા કાલોદસમુદ્રની સૂક્ષ્મ ગણિતથી પરિધિ ૯૧,૭૭,૬૦૫ યોજન, ૭૧૫ ધનુષ અને કંઈક અધિક ૮૭ અંગુલ થાય છે, તેને સ્થૂલ રૂપથી સૂત્રમાં સાધિક એકાણું લાખ યોજન કહી છે. | ३ कुंथुस्स णं अरहओ एकाणउई आहोहियसया होत्था । आउयगोयवज्जाणं छण्ह कम्मपगडीणं एकाणउई उत्तरपडीओ पण्णत्ताओ।